News of Friday, 2nd August 2024
અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની પધરામણી : ક્યાંક ધીમેધારે તો ક્યાંક વરસાદી ઝાપટાં
છેલ્લા કેટલાક દિવસથી સારો વરસાદ વરસતા ચારોતરફ લીલોતરી છવાઈ ગઈ

અમદાવાદ : રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ, આજે વહેલી સવારથી ક્યાંક ધીમેધારે તો ક્યાંક વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ આજે વહેલી સવારથી 3 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી સારો વરસાદ વરસતા ચારોતરફ લીલોતરી છવાઈ ગઈ છે.
રાજ્યમાં આજે વહેલી સવારથી 10 વાગ્યા સુધીમાં 74 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં 1 ઈંચ, બાયડમાં 8 મીમી અને મેઘરજમાં 3 મીમી વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સતત કેટલાક દિવસથી સારો વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે અરવલ્લી જિલ્લામાં 5 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
