News of Friday, 2nd August 2024
સાંદિપનિ વિદ્યાનિકેતન,પોરબંદર રમેશભાઇ ઓઝાના હસ્તે SGVP દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના આચાર્ય શ્રી અર્જુનાચાર્યને ગુરુગૌરવ એવોર્ડ અનાયત

અમદાવાદ, ભાગવત કથાકાર શ્રી રમેશભાઇ ઓઝાના હસ્તે સાંદીપનિ વિદ્યાનિકેતન પોરબંદર દ્વારા દરવરસે શિક્ષણ ક્ષેત્રમાં પોતાનુ અમુલ્ય યોગદાન આપનારા તેમજ શાળામાં નવતરકાર્ય કે પ્રકલ્પ દ્વારા શિક્ષણને વધુ અસરકારક બનાવવા પ્રયત્ન કરતા હોય તેવા શિક્ષકો,આચાર્યોનુ ભાવપૂજન કરી .વિશિષ્ઠ સારસ્વતોનું એવોર્ડ આપી ભાવપૂજન કરવામા આવે છે.
એજરીતે 2024 માં સંસ્કૃત ભાષા માટે જેઓએ ઉમદા યોગદાન આપ્યું હોય તેવા SGVP દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના આચાર્ય શ્રી અર્જુનાચાર્ય શામલને રમેશભાઇ ઓઝાના હસ્તે સંવર્ધક ટ્ર્સ્ટ શ્રી સાંદીપતિ વિદ્યાનિકેતન,પોરબંદર દ્વારા ગુરુગૌરવ એવોર્ડ એનાયત કરવામાં આવેલ
ગુરુપૂર્ણિમાના પુનિત પર્વે ગુરુકુલના અદ્યકક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીએ હાર પહેરાવા ર્જૂનાચાર્યનું બહુમાન કર્યુ હતું.
(2:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
