<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

હવે પાંચ વર્ષ સુધી એક જ ઝોનના જિલ્લાઓમાં નોકરી કરનાર પી.એસ.આઇ/ પી.આઇની તે ઝોનના જિલ્લાઓમાં કે નજીકના જિલ્લાઓમાં બદલી કરી શકાશે નહી

પી.એસ.આઇ અને પી.આઇની બદલી પ્રક્રિયા વધુ પારદર્શક બનાવવા તેમજ તમામ અધિકારીઓને રાજ્‍યના અલગ અલગ ક્ષેત્રોમાં ફરજ બજાવવાની તક મળે તે હેતુથી ગળહ વિભાગનો મહત્‍વપૂર્ણ નિર્ણય : પાંચ વર્ષના સમયગાળાની ગણતરી કરવા માટે એકમો ઉપરાંત બ્રાન્‍ચોની નિમણૂક પણ ધ્‍યાને લેવા સ્‍પષ્ટ નિર્દેશ

રાજકોટ, તા. ર : ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા બિન હથિયારી પોલીસ સબ ઇન્‍સ્‍પેક્‍ટર તેમજ બિન હથિયારી પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટરની બદલીની પ્રક્રિયામાં વધુ પારદર્શકતા લાવવા તેમજ તમામ અધિકારીઓને રાજ્‍યના અલગ અલગ ક્ષેત્રોમાં ફરજ બજાવવાની તક મળે તે હેતુથી મુખ્‍યમંત્રીશ્રી, ગળહ રાજ્‍યમંત્રીશ્રી અને પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી સાથેની મીટીંગમાં મહત્‍વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્‍યો છે. હવે પાંચ વર્ષ સુધી એક જ ઝોનમાં નોકરી કરનાર પી.એસ.આઇ/ પી.આઇને તે ઝોનના જિલ્લાઓમાં કે નજીકના જિલ્લાઓમાં બદલી કરી શકાશે નહિ.

જે બિન હથિયારી પી.એસ.આઇ/ પી.આઇએ એક જ ઝોનમાં પાંચ વર્ષ સળંગ અથવા તૂટક તૂટક નોકરી કરી હોય તો તેમની બદલી કયા જિલ્લાઓ કે એકમોમાં કરી શકાશે નહીં તે અંગે મહત્‍વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્‍યો છે. પાંચ વર્ષના સમયગાળાની ગણતરી કરવા માટે એકમો ઉપરાંત બ્રાન્‍ચોની નિમણૂક પણ ધ્‍યાને લેવા સ્‍પષ્ટપણે નિર્દેશ કરવામાં આવ્‍યો છે. જેની વિગતો જોઇએ તો.....

ગળહ વિભાગે લીધેલા આ મહત્‍વપૂર્ણ નિર્ણયને પરિણામે પી.એસ.આઇ અને પી.આઇની બદલી પ્રક્રિયા વધુ પારદર્શક બનશે તેમજ તમામ પોલીસ અધિકારીઓને રાજ્‍યના વિવિધ ક્ષેત્રોમાં ફરજ બજાવવાની તક મળશે.

આ નિયમોમાં અમુક કિસ્‍સા જેમ કે પતિ-પત્‍ની કેસ, ગંભીર બિમારી અને નિવળતિ નજીકનો સમયગાળો હોય તો કેસના મેરીટ અન્‍વયે વિચારણા કરી શકાશે. (૯.૩૧)

 

------------

 

સરબજોત સિંહનું જોરદાર સ્‍વાગત

ઓલંપીક વિજેતા ભારતીય શુટર

નવી દિલ્‍હી તા. રઃ પેરીસ ઓલમ્‍પીકમાં મનુ ભાકર સાથે ૧૦ મીટર એર પીસ્‍તોલ ટીમ ઇવેન્‍ટમાં બ્રોન્‍ઝ મેડલ જીતનાર ભારતીય શુટર સરબજોતસિંહ ગઇકાલે વતન પરત ફર્યા હતા.

દેશમાં પરત ફરતા જ એરપોર્ટ ઉપર જ તેમનું જોરદાર સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. કેન્‍દ્રીય રમત-ગમત મંત્રી ડો. મનસુખ માંડવીએ સરબજોતને સન્‍માનીત કરી રૂ. રર.પ૦ લાખનો ચેક આપ્‍યો હતો.

(2:28 PM IST)