<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

અમદાવાદમાં એરપોર્ટના

કર્મચારીઓ અને ખાનગી સિકયુરીટીના સ્‍ટાફ વચ્‍ચે બોલાચાલી

અમદાવાદઃ શહરેના એરપોર્ટ પર થોડા સમયથી ખાનગી સિક્‍યોરિટી સાથે નાના મોટા વિવાદો થતા રહે છે. દિવસે દિવસે કોઈને કોઈ કારણ સર એરપોર્ટ ઉપર ઝગડા કે મારામારીના બનાવો બનતા હોય છે. બસ આવો એક બનાવ હવે એરપોર્ટના સિક્‍યોરિટી અને એરપોર્ટના કર્મચારીઓ વચ્‍ચે બન્‍યો છે.  અમદાવાદના એરપોર્ટના કર્મચારીને પોતાની વાહન પાર્કન કરવા દેતા બંન્ને વચ્‍ચે ઘર્ષણ જોવા મળી રહ્યું છે.

આજે સવારે કર્મચારી પોતાનું વાહન અંદર આવવા  ન દેતા. કર્મચારી અને સિક્‍યોરિટી વચ્‍ચે ઘર્ષણ જોવા મળી રહ્યુ હતુ. સિક્‍યોરિટીએ કહ્યુ હતુ. કે એરપોર્ટના કર્મચારીઓ માટે દર મહિના પાસની સુવિધા ઉપલબ્‍ધ હોય છે. અને દર મહિના એપડેટ કરાવવુ પડે છે. નહી તો તેમના વિઝીટર પાર્કીગ પાસ આપવામાં આવે છે. તેથી તેના પૈસા વધારે હોય છે.

જયારે એરપોર્ટના કર્મચારી અને સિક્‍યોરિટી ગાર્ડ વચ્‍ચે બોલાચાલી થઈ રહી હતી.  એરપોર્ટના કર્મચારી પાસે મહિના પાસની સુવિધા પુરી ગઈ હોવાથી તેમને એરપોર્ટની બહાર પોતાનું વાહન પાર્ક કરવાનું કહેતા કર્મચારી ઉશ્‍કેરાઈ ગયો હતો. અને બેરીકેટ હટાવીને અંદર પોતાની વાહન લાવી દેવામાં આવ્‍યુ હતુ. જેથી બંન્ને વચ્‍ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. થોડા દિવસ પહેલા રીક્ષા અને ટેક્‍સી ડ્રાઈવરો સાથે પણ સિક્‍યોરિટી ગાર્ડ વચ્‍ચે ઘર્ષણ જોવા મળી રહ્યુ હતુ.

(3:36 PM IST)