<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તામંડળમાં આમુલ પરિવર્તન આવશેઃ નવી શિક્ષણ અંતર્ગત નવી સ્ટેચ્યુટ ટુંક સમયમાં અમલ

ભવનોમાં હેડશીપ બાય રોટેશન, એકેડેમીક કાઉન્સીલ, એકઝીકયુટીવ કાઉન્સીલ, બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં ખાલી જગ્યામાં નિમણુંક થશે

રાજકોટ, તા., રઃ ગુજરાત રાજયની તમામ સરકારી યુનિવર્સિટીમાં હવે નવી શિક્ષણ નિતી અંતર્ગત નવા નિયમો અમલી બનનાર છે. જાણવા મળતી વિગત મુજબ ગુજરાત સરકારે ઉચ્ચ શિક્ષણ માટે નવા સ્ટેચ્યુટ ટુંક સમયમાં મંજુર થનાર છે.

ગુજરાત સરકાર દ્વારા નવા સ્ટેચ્યુટ અમલી બનતા જ સતામંડળમાં મોટા પાયે ફેરફાર થશે. પ્રથમ તો ભવનોમાં હેડશીપ બાય રોટેશનનો નિયમ અમલી બનશે. વર્ષોથી સતામંડળમાં એક હથ્થુ શાસન ચલાવતા લોકોની બાદબાકી થશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવો સ્ટેચ્યુટ અમલી બનતા જ એકેડેમીક કાઉન્સીલ એકઝીકયુટીવ કાઉન્સીલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ ખાલી રહેલી જગ્યાઓ તુરત ભરાશે.

(4:21 PM IST)