<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

વિકાસની સરિતાના વહેણ સર્જનારા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો જન્મદિન

 

     રાજકોટ : ગુજરાતના સંનિષ્‍ઠ અને સેવાવ્રતી પૂર્વ મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો જન્‍મ તા. ૨ ઓગષ્‍ટ ૧૯૫૬ના દિવસે થયેલ. આજે ૬૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સક્રિય હતા ત્‍યારથી વિજયભાઇ રૂપાણી પોતાના જીવનને સાવર્જનિક જીવનમાં છે. રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ સાથે અને જનસંઘ સાથે જોડાયેલ. તેઓ ૧૯૭૧થી ભારતીય જનતા પક્ષમાં છે.

૧૯૭૬ વર્ષમાં ભારતની કટોકટી વખતે વિજયભાઇ રૂપાણી ભાવનગરના અને ભુજ મહાનગરપાલિકાના કારાગારમાં બંદી હતા. એ બંને કારાગારોમાં એ ૧૧ માસ સુધી હતા. શ્રી રૂપાણી ૧૯૭૮ વર્ષથી ૧૯૮૧ સુધી રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના પ્રચારક પણ હતા. ૧૯૮૭ વર્ષે રાજકોટ મહાનગરપાલિકામાં સભ્‍ય તરીકે ચૂંટાયા હતા. ત્‍યારબાદ મહાનગરપાલિકાની સ્‍થાયી સમિતિનાં અધ્‍યક્ષ બન્‍યા. એ પદ પર તેઓ ૧૯૮૮ થી ૧૯૯૬ સુધી આરૂઢ હતા.

૧૯૯૬ થી ૧૯૯૭ પર્યન્‍ત રાજકોટ મહાનગરનાં મેયર તરીકે પણ કાર્ય કર્યું. પછી ૧૯૯૮ વર્ષે ભાજપ પક્ષના ગુજરાત રાજ્‍યના મહામંત્રી થયા. જ્‍યારે કેશુભાઇ પટેલ ગુજરાત રાજ્‍યના મુખ્‍યમંત્રી હતા, ત્‍યારે વિજયભાઇ રૂપાણીએ ઘોષણાપત્ર સમિતિના અધ્‍યક્ષનું વહન કર્યું. ૨૦૦૬ વર્ષે ગુજરાત પર્યટન નિગમના અધ્‍યક્ષ બન્‍યા. ૨૦૦૬-૨૦૧૨ એ રાજ્‍યસભાના સદસ્‍ય હતા.

૧૯ ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ વિજય રૂપાણી ભાજપના ગુજરાત વિભાગના અધ્‍યક્ષ બન્‍યા હતા.

વિજયભાઇ ૫ વર્ષ ગુજરાતના મુખ્‍યમંત્રી રહ્યા હતા. તે વખતે રાજકોટ સહિત ગુજરાતના વિકાસની સરિતાના નવા વહેણ સર્જાયા હતા. હાલ તેઓ પંજાબના ભાજપના પ્રભારી છે.

મો. ૯૯૭૮૪ ૦૬૩૮૫ રાજકોટ.

(4:26 PM IST)