News of Friday, 2nd August 2024
ચાંદીપુરાએ પાટણમાં બાળકનો ભોગ લીધો
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૬૧ બાળકોના મોતથી અરેરાટી

અમદાવાદ, તા. ર : ગુજરાતમાં ચાંદીપુરા કેસની સંખ્યા સતત વધી રહી છે. રાજ્યમાં કુલ ૬૧ બાળકોએ ચાંદીપુરા વાયરસને કારણે જીવ ગુમાવ્યા છે.
અમદાવાદમાં સૌથી વધારે ૬ બાળકોએ ચાંદીપુરા વાયરસને કારણે જીવ ગુમાવ્યા છે. પાટણમાં પ્રથમ ચાંદીપુરા વાયરસગ્રસ્ત ૭ વર્ષના બાળકે જીવ ગુમાવ્યો હતો. હોસ્પિટલમાં દાખલ થયાના સાત દિવસમાં જ બાળકે જીવ ગુમાવી દીધો હતો. ધારપુર સિવિલ હોસ્પિટલમાં આઈસીયુમાં તેની સારવાર ચાલી રહી હતી.
ગુજરતમાં હાલ ૫૬ પોઝિટિવ કેસ છે. પંચમહાલમાં સૌથી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે.
શહેર કેસોની સંખ્યા
સાબરકાંઠા ૬
અમદાવાદ ૩
સુરેન્દ્રનગર ૩
અરવલ્લી ૩
દાહોદ ૩
કચ્છ ૩
ગાંધીનગર ૨
મહીસાગર ૨
સુરત ૨
ખેડા ૫
મહેસાણા ૫
પંચમહાલ ૭
જામનગર ૧
મોરબી ૧
વડોદરા ૧
બનાસકાંઠા ૧
દ્વારકા ૧
ભરૂચ ૧
પોરબંદર ૧
સયાજી હોસ્પિટલમાં હાલ ચાર બાળકો વોર્ડમાં અને ચાર બાળકો આઇસીયુમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની સારવાર લઇ રહ્યા છે જયારે ગોત્રી હોસ્પિટલમાં એક બાળક શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની સારવાર હેઠળ છે
(4:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
