<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

અમદાવાદમાં રશિયન યુવતી સામે પોલીસ પર હુમલો કરવા અંગે નોંધાઈ ફરિયાદ

દરોડા દરમિયાન વસ્ત્રાપુરીન હોટલમાં તપાસ માટે ગયેલ પોલીસ સાથે રશિયન યુવતીએ મારામારી અને ઝપાઝપી કરી

અમદાવાદ : બે દિવસ પૂર્વે અમદાવાદ શહેરની વિવિધ હોટલ અને સ્પામાં પોલીસે પાડેલા દરોડા દરમિયાન વસ્ત્રાપુરીન હોટલમાં તપાસ માટે ગયેલ પોલીસ સાથે રશિયન યુવતીએ મારામારી અને ઝપાઝપી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ અંગે અમદાવાદ પોલીસે રશિયન યુવતી સામે પોલીસ પર હુમલો કરવાનો કેસ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


 

(9:14 PM IST)