News of Friday, 2nd August 2024
ઉધના-ભાવનગર ટર્મિનસ વચ્ચે સ્પેશિયલ શરૂ થશે ટ્રેન :જાણો ક્યારથી શરુ થશે ટિકિટ બુકિંગ
રેલવે દ્વારા ઓગસ્ટમાં અનેક નવા રુટ્સ પર વિશેષ ટ્રેન ચલાવાઈ છે

અમદાવાદ :તહેવાર શરુ થતાંની સાથે જ રેલવેમાં મુસાફરી કરતાં લોકોની સંખ્યા વધી જાય છે. ત્યારે આ વધતી ભીડને જોતા ભારતીય રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનની જાહેરાત કરવામાં આવે છે. આ કડીમાં રેલવે દ્વારા ઓગસ્ટમાં અનેક નવા રુટ્સ પર વિશેષ ટ્રેન ચલાવવામાં આવી રહી છે.
જન્માષ્ટમીનો તહેવાર 26 ઓગસ્ટ, 2024નાં રોજ છે. પશ્ચિમ રેલવેએ યાત્રિકોની સુવિધા તથા યાત્રિકોની સંખ્યાને પહોંચી વળવા માટે ઉધના અને ભાવનગર ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા પર એક જોડી એટલે કે 2 સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. આવો જાણીએ ટાઈમ શિડ્યૂલ…
ટ્રેન નંબર 09021/09022 ઉધના-ભાવનગર ટર્મિસ (સાપ્તાહિક) સ્પેશિયલ (08 ફેરા)
ટ્રેન નંબર 09021 ઉધના-ભાવનગર ટર્મિનસ સ્પેશિયલ પ્રત્યેક સોમવારે ઉધનાથી 22.05 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 8.45 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચ્શે. આ ટ્રેન 5 ઓગસ્ટથી 26 ઓગસ્ટ, 2024 સુધી ચાલશે
આ રીતે જ ટ્રેન નંબર 09022 ભાવનગર ટર્મિનસ-ઉધના સ્પેશિયલ દર મંગળવારે ભાવનગર ટર્મિનસથી સાંજે 7 વાગ્યે ઉપડશે જે બીજા દિવસે સવારે 7.10 વાગ્યે ઉધના પહોંચશે. આ ટ્રેન 6 ઓગસ્ટથી 27 ઓગસ્ટ, 2024 સુધી ચાલશે.
આ ટ્રેન બંને સાઈડથી ભરુચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, ગાંધીગ્રામ, સરખેજ, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, સોનગઢ, સિહોર અને ભાવનગર પરા સ્ટેશન પર ઊભી રહેશે.
જન્માષ્ટમી તહેવારને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા યાત્રિકોની સુવિધાને ધ્યાનમાં રાખતા અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડાં પર ચલાવવાનો નિર્ણય લેવાયો છે.
ટ્રેન નંબર 09453/094545 અમદાવાદ-ઓખા સુપરફાસ્ટ સ્પેશિયલ (કુલ 2 ટ્રિપ) ચાલશે. ટ્રેન નંબર 09453 અમદાવાદ-ઓખા સ્પેશિયલ 25 ઓગસ્ટે અમદાવાદથી વહેલી સવારે 7-45 વાગ્યે પ્રસ્થાન કરશે અને તે જ દિવસે 5 વાગ્યે ઓખા પહોંચશે. આ રીતે જ ટ્રેન નંબર 09454 ઓખા-અમદાવાદ સ્પેશિયલ 26 ઓગસ્ટે ઓખાથી સવારે 5.30 વાગ્યે પ્રસ્થાન કરશે અને તે દિવસે 3 વાગ્યે અમદાવાદ પહોંચશે.
બંને સાઈડથી આ ટ્રેન ચાંદલોડિયા, વીરમગામ, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર ખંભાળિયા તેમજ દ્વારકા સ્ટેશન પર રોકાશે. આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ શ્રેણીના કોચ હશે.
ટ્રેન નંબર 09453/09454ની બુકિંગ 31 જુલાઈથી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરુ થઈ ગઈ છે
(10:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
