News of Friday, 2nd August 2024
અમદાવાદથી થરાદ સિક્સ લેન હાઇસ્પીડ રોડ બનશે: કેન્દ્રીય કેબિનેટનો નિર્ણય: ૫૦ હજાર કરોડના ખર્ચે ૯૩૬ કિલોમીટરના આઠ હાઈ-સ્પીડ કોરિડોર બનશે
મોદી કેબિનેટ દ્વારા ૫૦ હજાર કરોડથી વધુના ખર્ચે ૯૩૬ કિલોમીટરના આઠ મહત્વના નેશનલ હાઈ-સ્પીડ રોડ કોરિડોર પ્રોજેક્ટને મંજૂરી

મોદી કેબિનેટ દ્વારા આજે ૫૦ હજાર કરોડથી વધુના ખર્ચે ૯૩૬ કિલોમીટરના આઠ મહત્વના નેશનલ હાઈ-સ્પીડ રોડ કોરિડોર પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની જાહેરાત.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલ કેબિનેટની બેઠકમાં દેશભરમાં 50 હજાર કરોડ રૂપિયાના ખર્ચે આઠ નેશનલ હાઇસ્પીડ રોડ કોરિડોર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કુલ આઠ પરિયોજનાઓને મંજૂરી આપવામાં આવી છે જેમાંથી એક ગુજરાતની છે. ગુજરાતમાં થરાદ-ડીસા-મહેસાણા-અમદાવાદ વચ્ચે સિક્સ લેન નેશનલ હાઇસ્પીડ કોરિડોર બનાવવામાં આવશે
(10:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
