<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd August 2024

રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો વધતો કહેર :વધુ 4 બાળકોને ભરખી ગયો : શંકાસ્પદ કેસનો આંકડો 150ને પાર પહોંચ્યો

24 કલાકમાં રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરાના વધુ 3 કેસ સામે આવતા આંકડો 151 પર પહોંચી ચૂક્યો

અમદાવાદ : ગુજરાતમાં જૂન મહિનાના છેલ્લા સપ્તાહથી ચાંદીપુરા વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે. વીતેલા 24 કલાકમાં રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરાના વધુ 3 કેસ સામે આવતા આંકડો 151 પર પહોંચી ચૂક્યો છે. જો કે આજે જીવલેણ ચાંદીપુરા 4 બાળકોને ભરખી ચૂક્યો છે.

સરકારના આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, હાલ રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસના કુલ-151 કેસો છે. જે પૈકી સાબરકાંઠા-16, અરવલ્લી-07, મહીસાગર- 03, ખેડા-07, મહેસાણા-09, રાજકોટ-07, સુરેન્દ્રનગર-05, અમદાવાદ કોર્પેરેશન-12, ગાંધીનગર-08, પંચમહાલ-16, જામનગર-06, મોરબી-06, ગાંધીનગર કોર્પેરેશન-03, છોટા ઉદેપુર-02, દાહોદ-04, વડોદરા-07, નર્મદા-02, બનાસકાંઠા-06, વડોદરા કોર્પોરેશન-02, ભાવનગર-01 દેવભૂમિ દ્વારકા-01, રાજકોટ કોર્પોરેશન-04, કચ્છ-05, સુરત કોર્પોરેશન-02, ભરૂચ-04, અમદાવાદ-02, જામનગર કોર્પોરેશન-01, પોરબંદર-01, પાટણ-01 તેમજ ગીર સોમનાથ-01 શંકાસ્પદ કેસો મળેલ છે.

આ તમામ પૈકી સાબરકાંઠા-06, અરવલ્લી-03, મહીસાગર-02, ખેડા-04, મહેસાણા-05, રાજકોટ-03, સુરેન્દ્રનગર- 03, અમદાવાદ કોર્પેરેશન-03, ગાંધીનગર-02, પંચમહાલ-07, જામનગર-01, મોરબી-01, દાહોદ-03, વડોદરા- 01, બનાસકાંઠા-01, દેવભૂમિ દ્વારકા-01, રાજકોટ કોર્પોરેશન-01, કચ્છ-04, સુરત કોર્પોરેશન-02, ભરૂચ-01, અમદાવાદ-01, પોરબંદર-01 તેમજ પાટણ-01 જિલ્લા કોર્પોરેશનમાંથી ચાંદીપુરાના કુલ-57 પોઝિટિવ કેસ મળી આવ્યા છે.

જ્યારે સાબરકાંઠા-05, અરવલ્લી-03, મહીસાગર-02, ખેડા-02, મહેસાણા-03, રાજકોટ-04, સુરેન્દ્રનગર-02, અમદાવાદ કોર્પેરેશન-06, ગાંધીનગર-03, પંચમહાલ-07, જામનગર-03, મોરબી- 04, ગાંધીનગર કોર્પેરેશન-02, દાહોદ-03, વડોદરા-02, નર્મદા-01, બનાસકાંઠા-03, વડોદરા કોર્પોરેશન-01, દેવભૂમિ દ્વારકા-01, કચ્છ-03, સુરત કોર્પોરેશન-01, ભરૂચ-01, જામનગર કોર્પોરેશન-01 ,ગીર સોમનાથ-01 તેમજ પાટણ -1 એમ કુલ-65 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

(12:12 AM IST)