તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 5th August 2024
ભારે વરસાદ અને ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે વાંસદા પોલીસ દ્વારા પ્રવાસીઓનું દિલધડક રેસ્ક્યુ
નવસારીના અંબિકા અને કાવેરી નદીનું જળસ્તર વધતા તંત્ર એલર્ટ :વાંસદા ખાતે વાંગણ ગામે ફસાયેલા પર્યટકોને ભારે જહેમત બાદ રેસ્ક્યૂ:ધોધ વિસ્તારમાં ફસાયેલા અંદાજે 100 જેટલા 4 વ્હીલ, 120 જેટલા 2 વ્હીલ ચાલકોનું પણ રેસ્ક્યૂ કરાયું

ફોટો vasda
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મહારાષ્ટ્ર તરફના સરહદી જંગલ વિસ્તારમાં આવેલ વાંગણ ગામના પ્રસિદ્ધ આંકડા ધોધ જોવા માટે રોજ હજારોની સંખ્યામાં સહેલાણીઓ આવે છે. અહીં આ વિસ્તારમાં તેમજ ઉપરવાસમાં તારીખ 4 ઓગસ્ટ 2024ના રોજ બપોરે અચાનક આવેલા ભારે વરસાદ અને કાવેરી નદીના કોતરમાં વધી ગયેલા પાણીના પ્રવાહને લીધે ધોધ પાસે મોટી સંખ્યામાં પર્યટન માટે આવેલ પ્રવાસીઓ ફસાયા હતા.
ધોધ વિસ્તારમાં ફસાયેલા અંદાજે 100 જેટલા 4 વ્હીલ, 120 જેટલા 2 વ્હીલ વાહનો સહિત 1 થી 2 વર્ષના નાના બાળકો અને 70-75 વર્ષના સિનિયર સીટીઝન સહિત સુરત અને આજુબાજુના વિસ્તારના અંદાજે 120 જેટલા સહેલાણીઓને વાંસદા પોલીસના સિનિયર પી.એસ.આઈ. જે.વી. ચાવડાએ સ્થળ ઉપર હાજર રહી આ કામગીરીમાં સાથ આપ્યો હતો
વાંસદા પોલીસ ટીમે વરસતા ભારે વરસાદ વચ્ચે જીવના જોખમે સતત 4 કલાક સુધી હેમખેમ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. સૌ પ્રવાસીઓ તેમજ આજુબાજુના લોકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે પહોંચાડ્યા હતા. ગામના લોકોએ તેમજ પ્રવાસીઓએ તેમની સરાહનીય કામગીરી બદલ તેમનો આભાર માન્યો હતો
(9:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
