તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 5th August 2024
કોઇ પણ ક્ષેત્રમાં સમાજના નાનામાં નાના માણસને ધ્યાનમાં રાખીને આગળ વધવું જોઇએ : ભૂપેન્દ્રભાઇ પટેલ
અમદાવાદ સ્થિત ખેતી બેંકના અદ્યતન સુવિધાઓથી સજ્જ બોર્ડરૂમનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન : મુખ્યમંત્રીના હકારાત્મક અભિગમથી ૭૪૨૭ જેટલા ખેડૂતોને રૂા. ૮૫.૯૧ કરોડના ચઢત વ્યાજમાંથી દેવામુકત થયા : ખેતી બેંક ચેરમેન ડોલરભાઇ કોટેચા : વડાપ્રધાનશ્રી પ્રેરિત ‘એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી તથા મહાનુભાવો દ્વારા બેંકના પ્રાંગણમાં વૃક્ષારોપણ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૫ : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે અમદાવાદ ખાતે કળષિ બેંકની મુલાકાત લઈ, બેંકના ડિજિટલ બોર્ડરૂમનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું કે કોઈ પણ ક્ષેત્રમાં સમાજના નાનામાં નાના માણસને ધ્યાનમાં રાખીને આગળ વધવું જોઈએ. મુખ્યમંત્રીએ દેશમાં સૌ પ્રથમ એવા ખેતી બેંકના અદ્યતન સુવિધાઓથી સજ્જ નવીનત્તમ બોર્ડરૂમને રિમોટ કંટ્રોલના માધ્યમથી કાર્યાન્વિત કર્યો હતો તેમજ બોર્ડરૂમના ડિજિટલ સ્ક્રીનનું પણ લોકાર્પણ કર્યું હતું.
આ તકે બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાએ જણાવ્યું કે દેશના ગળહ અને પ્રથમ સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહના વડપણ હેઠળ અલાયદા સહકાર મંત્રાલયની શરૂઆત થતાં દેશમાં કળષિ અને સહકાર ક્ષેત્રે નોંધપાત્ર સુધારા થયા છે. સમગ્ર રાજ્યના ખેડૂતો વતી મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરતાં તેમણે ઉમેર્યું કે રાજ્યના મળદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યના ખેડૂતોના હિતમાં ચઢત વ્યાજ માફી અંગેની બેંકની સેટલમેન્ટ યોજનાને મંજૂરી અપાતા, છેલ્લાં ત્રણ વર્ષમાં કુલ ૭૪૨૭ જેટલા ખેડૂતોને રૂ. ૮૫.૯૧ કરોડની વ્યાજમાફીનો ફાયદો થયો છે અને તેઓ દેવામુક્ત થયા છે.
કાર્યક્રમના પ્રારંભે મુખ્યમંત્રીશ્રી દ્વારા બેંકના સ્થાપક ચેરમેન સ્વ. ઉદયભાણસિંહજીની પ્રતિમાનું સન્માન તથા બોર્ડરૂમની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ પ્રેઝન્ટેશનના માધ્યમથી બેંકની કામગીરી અંગેની વિગતો તેમજ અદ્યતન ટેકનોલોજીથી કાર્યરત્ બોર્ડરૂમમાં પેપરલેસ બોર્ડ મિટિંગ સોલ્યુશન સહિતની વિશિષ્ટ સુવિધાઓ અંગે મુખ્યમંત્રીશ્રીએ માહિતી મેળવી હતી.
આ તકે મુખ્યમંત્રી તેમજ અન્ય મહાનુભાવો દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ‘એક પેડ મા કે નામ' ઝૂંબેશના ભાગરૂપે ખેતી બેંકના પ્રાંગણમાં વળક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં એલિસબ્રિજના ધારાસભ્ય અમિતભાઈ શાહ, નારણપુરાના ધારાસભ્ય જીતુભાઈ ભગત, વેજલપુરના ધારાસભ્ય અમિતભાઈ ઠાકર, ખેતી બેંકના ડાયરેક્ટર જસાભાઈ બારડ, વીરજીભાઈ ઠુંમર, ગુજરાત રાજ્ય સહકારી સંઘના ચેરમેન ઘનશ્યામભાઈ અમીન સહિત બેંકના ડાયરેક્ટરો, સહકારી ક્ષેત્રના આગેવાનો તથા ખેતી બેંકના કર્મચારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
