<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

ટ્રસ્‍ટ સંચાલિત છાત્રાલયને જી.એસ.ટી. મુકિત અપાવવા બદલ નરહરિ અમીનનું સન્‍માન

નરેન્‍દ્રભાઇ મોદી અને નિર્મલા સીતારમનનો આભાર માનતા લાભાર્થી સંસ્‍થાના સંચાલકો

ગઇ કાલે અમદાવાદમાં લેઉવા પટેલ પ્રગતિ મંડળ, કેળવણીધામ નિકોલ દ્વારા સેવાભાવી છાત્રાલયોને જીએસટીમાંથી મુકિત અપાવવાની સફળ રજુઆત કરનારા સાંસદ શ્રી નરહરિ અમીનનું સન્‍માન કરવામાં આવેલ તે પ્રસંગની તસ્‍વીર.

રાજકોટ,તા. ૩: શ્રી લેઉવા પટેલ પ્રગતિ મંડળ, કેળવણી ધામ, નિકોલ, અમદાવાદ અને અમદાવાદ તેમજ ગાંધીનગરની જુદી જુદી હોસ્‍ટેલ ની સેવાઓ આપતી સામાજિક  સંસ્‍થાઓ દ્વારા ચેરીટેબલ ટ્રસ્‍ટો દ્વારા સંચાલિત હોસ્‍ટેલ સંબંધીત સેવાઓ માટે જીએસટી માંથી મુક્‍તિ અપાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને ભારત સરકારના નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન સમક્ષ અને રાજયસભામાં અસરકારક અને સફળ રજૂઆત કરવા બદલ રાજયસભાના સાંસદ શ્રી નરહરી અમીન ના સન્‍માન નો કાર્યક્રમ યોજવામાં આવ્‍યો.

આ પ્રસંગે શ્રી નરહરિ અમીન નું અમદાવાદ તેમજ ગાંધીનગરની જુદી જુદી સામાજિક અને હોસ્‍ટેલ સંબંધિત સેવાઓ પૂરી પાડતી સંસ્‍થા દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું

આ પ્રસંગે નરહરિ અમીનએ જણાવ્‍યું હતું કે ગામડાઓમાંથી શહેરોમાં અભ્‍યાસ કરવામાં આવતા અને હોસ્‍ટેલમાં રહેતા ગરીબ અને મધ્‍યમ વર્ગના વિદ્યાર્થીઓને હોસ્‍ટેલ સંબંધિત સેવાઓ માટે અત્‍યાર સુધી ૧૨્રુ જીએસટી લેવામાં આવતો હતો જેમાંથી મુક્‍તિ અપાવવા માટે તેઓએ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી તેમજ નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજી સમક્ષ તથા રાજયસભામાં પણ રજૂઆત કરી હતી આ રજૂઆતને ધ્‍યાને લઈને જીએસટી કાઉન્‍સિલની ૫૩ મી બેઠકમાં હોસ્‍ટેલ  સંબંધિત સેવાઓ માટે માસિક ઈં ૨૦,૦૦૦ સુધીની ફી લઈને હોસ્‍ટેલ અને આવાસ સુવિધા આપવામાં આવતી હોય અને આવી સેવા ન્‍યૂનતમ ૯૦ દિવસની પૂરી પાડવામાં આવતી હોય તો તેવી હોસ્‍ટેલ સંબંધિત સેવાઓને જીએસટીમાંથી મુક્‍તિ આપવામાં આવી છે જે બદલ નરહરિ અમીને વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર ભાઈ મોદી અને નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન નો ખુબ ખુબ આભાર વ્‍યક્‍ત કરું છું.

પૂર્વ મંત્રી શ્રી વલ્લભભાઈ કાકડીયા તથા સરદારધામના પ્રમુખ શ્રી ગગજીભાઈ સુતરીયા એ પણ વડાપ્રધાન, નાણામંત્રી તેમજ નરહરિ અમીનનો હોસ્‍ટેલ સંબંધી સેવાઓ પૂરી પાડતી સામાજિક અને ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત સંસ્‍થાઓ વતી આભાર પ્રગટ કર્યો હતો.

આ પ્રસંગે શ્રી લેઉવા પટેલ પ્રગતિ મંડળ (કેળવણીધામ), શ્રી સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ (ગુલબાઈ ટેકરા/ નારણપુરા),  શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ (નિકોલ નરોડા),  સરદારધામ (વૈષ્‍ણોદેવી), અમદાવાદ, જન સહાયક ટ્રસ્‍ટ- હિરામણી સ્‍કુલ અમદાવાદ, શ્રી  અન્નપૂર્ણાધામ ટ્રસ્‍ટ - અડાલજ, શ્રી સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજ - અમદાવાદ, શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ - SGVP છારોડી, સર્વ વિદ્યાલય કેળવણી મંડળ (કડી, ગાંધીનગર), અમીન ટી જે કે પી વિદ્યાર્થી ભવન - ગુલબાઈ ટેકરા, જીતો રત્‍નમણિ હોસ્‍ટેલ અમદાવાદ, ખોડલધામ સમિતિ અમદાવાદ, સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજ ગાંધીનગર, અમદાવાદ બિલ્‍ડર એસોસિએશન તેમજ અન્‍ય સામાજિક સંસ્‍થાઓ ના આગેવાનોશ્રી અને હોદ્દેદારો શ્રી ગગજીભાઈ સુતરીયા, શ્રી વલ્લભભાઈ કાકડીયા (પૂર્વ મંત્રી શ્રી), શ્રી માવજીભાઈ લુણાગરિયા,શ્રી વલ્લભભાઈ  પટેલ (કડી), શ્રી ધરમશીભાઈ મોરડીયા, શ્રી નાગજીભાઈ શિંગાળા, શ્રી ઘનશ્‍યામભાઈ ભાલાળા, શ્રી જગદીશભાઈ ભુવા, શ્રીમતી કંચનબેન રાદડિયા(ધારાસભ્‍યશ્રી), શ્રી બાબુભાઈ જે પટેલ(ધારાસભ્‍યશ્રી), શ્રી રવજીભાઈ વસાણી, શ્રી અજીતભાઈ પટેલ, શ્રી સુરેશભાઈ પટેલ, શ્રી ઉરેનભાઈ પટેલ, શ્રી ચેતનભાઇ શાહ, શ્રી પ્રકાશભાઈ સંઘવી(રત્‍નમણિ), શ્રી વરુણ અમીન, શ્રી આર સી પટેલ, શ્રી પંકજ દેસાઈ, શ્રી ભગવત અમીન, શ્રી હરેશ વસાણી, શ્રી ઘનશ્‍યામભાઈ (SGVP) તેમજ મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ અને સંસ્‍થાઓના આગેવાનશ્રીઓ, હોદ્દેદારો ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:23 PM IST)