તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th August 2024
ગુજરાતમાં મગફળીનું ૧૦૮.૪૮%, કપાસનું ૯૩.૬૦% વાવેતર : કુલ ૮૬.૧૩%
હાલો મારા શામળા ને હાલો મારા ધોળિયા, આકાશે આવ્યો પેલો મેહુલો જી.... : રાજ્યમાં ગયા વર્ષની ૫ ઓગષ્ટ સુધીમાં ૭૮,૨૩,૨૫૪ હેકટરમાં વાવેતર થયેલ, આ વર્ષે ૭૩,૭૨,૦૯૪ : સોયાબીનની વાવણી ૧૨૫%

રાજકોટ તા. ૬ : ગુજરાતમાં વાવણીનું મોટાભાગનું કામ પૂર્ણતા તરફ છે. રાજ્યના ખેડૂતોએ ચોમાસામાં કપાસ, મગફળી, સોયાબીન, તલ, દિવેલા, કઠોળ, ડાંગર, બાજરી, જુવાર, મકાઇ, શાકભાજી, ઘાસ વગેરેની વાવણી કરી છે. ૫ ઓગષ્ટ સુધીમાં રાજ્યમાં ૮૬.૧૩ ટકા વાવણી થઇ ગઇ છે. ગયા વર્ષના આ દિવસ સુધીમાં ગુજરાતમાં ૭૮,૨૩,૨૫૪ હેકટરમાં વાવણી થયેલ. આજે ૭૩,૭૨,૦૯૪ હેકટરમાં વાવણી થઇ છે. અમૂક વિસ્તારોમાં હજુ ખરીફ પાકનું વાવેતર ચાલુ છે.
રાજ્યમાં વાવેતર વિસ્તારની ટકાવારીની દૃષ્ટિએ સૌથી વધુ ૧૨૫.૦૪ ટકા વાવેતર સોયાબીનનું થયું છે તે વિસ્તારની દૃષ્ટિએ ૨,૯૬,૮૫૦ હેકટર થાય છે. કપાસનું વાવેતર ૨૩,૩૫,૪૬૫ હેકટરમાં થયું છે. તે વાવેતર વિસ્તારના ૯૩.૬૦ ટકા છે. મગફળીનું વાવેતર ૧૮,૯૯,૯૩૩ હેકટરમાં થયું છે. ૧૦૮.૪૮ ટકા વાવેતર છે. સૌરાષ્ટ્રમાં ચોમાસામાં મુખ્યત્વે કપાસ અને મગફળી વાવવામાં આવે છે.
તેલીબીયા પાકોનું ૩૧.૧૩ ટકા વાવેતર થયું છે. જેમાં મગફળી, તલ, દિવેલા વગેરેનો સમાવેશ થાય છે. ઉપરાંત ડાંગરનું ૭,૬૪,૪૬૩, બાજરીનું ૧,૪૯,૩૦૦ અને મકાઇનું ૨,૮૪,૬૨૫ હેકટરમાં વાવેતર થયું છે. ગુવાર સીડ ૫૬૩૯૧ હેકટરમાં વાવવામાં આવ્યો છે. જુવાર ૧૫૫૫૪ હેકટરમાં વાવેતર થઇ છે. મગફળી સહિતના મોટાભાગના પાક ચોમાસા સુધીમાં બજારમાં આવવા લાગશે.
ડાંગર, મકાઇ, તુવેર, મગફળી, સોયાબીન, શાકભાજી વગેરેનું ગયા વર્ષની ૫ ઓગષ્ટની સરખામણીએ આ વર્ષે વાવેતર ઘટયું છે. હજુ વાવણી ચાલુ છે. વાવેતરનું પ્રમાણ વધશે. રાજ્યની કુલ વાવણી હજુ ગયા વર્ષ કરતા ઓછી છે. અત્યારે ૮૬.૧૩ ટકા સરેરાશ વાવેતર થયું છે તે વધીને ૧૦૦ ટકાએ પહોંચે તેવી ધારણા છે. ખેડૂતો સારા વરસાદ માટે આશાવાદી છે.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
