<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

બોપલમાં શિવ આશિષ સ્કુલમાં મચ્છરના બ્રિડિંગ મળી આવતા દંડ ફડકાર્યો

તે સ્કુલમાં ત્રણ વિદ્યાર્થીને ડેન્ગ્યુ થયા બાદ કાર્યવાહી

અમદાવાદમાં એએમસી દ્વારા શિવઆશિષ સ્કુલને દંડ ફટકારવામાં આવ્યો છે. સ્કૂલોમાં મચ્છરના બ્રિડિંગ મળી આવ્યા હતા. અને તેમાંથી ત્રણ બાળકોને ડેન્ગ્યુ થયા હતા. તે ભાગરૂપે એએમસી દ્વારા શિવ આશિષ સ્કુલને દંડ ફટકારવામાં આવ્યો છે.
વરસાદ પડતાની સાથે મચ્છરોનુ ત્રાસ વધી જાય છે. અને તેના લીધે ડેન્ગ્યુ અને મેલેરીયા જેવા રોગો થતા હોય છે. તે ભાગરૂપે એએમસી દ્વારા પોતાના આસપાસની જગ્યા ચોખી રાખવાની તેવી માહિતી આપતુ હોય છે. જ્યારે આજે  બોપલ વિસ્તારમાં આવેલી શિવ આશિષ સ્કુલને એએમસી દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમાં અભ્યાસ કરતા ત્રણ બાળકોને ડેગ્યુ થયો હતો. અને તેની તપાસ કરતા ખબર પડી કે આ ત્રણ બાળકો એક સ્કુલમાં અભ્યાસ કરતા હતા. ત્યારે એએમસીની ટીમ જ્યારે સ્કુલમાં પ્રવેશ કર્યો ત્યારે તે સ્કુલોમાંથી મચ્છરના બ્રિડિંગ મળી આવ્યા હતા. તે ભાગરૂપે તે સ્કુલને દંડ ફટકારવામાં આવ્યો હતો.
જ્યારે આ ત્રણ  બાળકોને જ્યા રહે છે. ત્યા બાજુમાં કન્સ્ટ્રકશનનું કામ ચાલુ હતું. અને ત્યા પણ પાણી ભરાઈ જતા મચ્છરોનું ત્રાસ હતો. જેથી તે કન્સ્ટ્રકશનું પણ દંડ ફટકરાવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. જ્યારે વરસાદનું પાણી ભરાઈ છે  તો ત્યાં ડેન્ગ્યુ અને મેલેરીયા જેવા રોગો થતા હોય છે. અને અને સ્કુલ હોય કે સોસાયટીમાં મચ્છના બ્રિડિંગના થાય તે માટે આરોગ્ય વિભાગ હમેશા લોકો  જાગૃત કરતુ રહે છે.

(12:04 PM IST)