તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th August 2024
દહેજની એલાયન્સ ફાર્મા કંપનીમાંથી ATS અને SOGના દરોડો :કરોડોનું MD ડ્રગ્સનું રો મટિરીયલ મળતા ખળભળાટ
ભરુચમાં સતત બીજી વખત આ પ્રકારનું મટરિયલ મળ્યું :અગાઉ પાનોલીમાંથી કરોડો રુપિયાનું નશિલા પદાર્થનું રો મટરિયલ મળી આવ્યુ હતુ.

અમદાવાદ : રાજ્યમાં અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. ત્યારે ભરુચના દહેજની એલાયન્સ ફાર્મા કંપનીમાંથી MD ડ્રગ્સનું રો મટિરીયલ મળી આવ્યું છે. બાતમીના આધારે એલાયન્સ ફાર્મા કંપનીમાં ATS અને SOGએ દરોડા પડાતા ખુલાસો થયો છે. કરોડો રુપિયાનું MD ડ્રગ્સનું રો મટિરીયલ મળી આવ્યુ હોવાનું સામે આવ્યુ છે.
NDPS એક્ટ હેઠળ પ્રતિબંધિત વસ્તુઓમાં એક મટિરીયલ મોટી માત્રામાં ઝડપાયું હોવાનું સામે આવ્યુ છે. આજે આ સમગ્ર ઘટનાને પગલે ATS પ્રેસ કોન્ફરન્સ યોજીને સમગ્ર ઘટના અંગે ખુલાસો કરે તેવી શક્યતા છે. ભરુચમાં સતત બીજી વખત આ પ્રકારનું મટરિયલ મળી આવ્યુ છે. આ અગાઉ પાનોલીમાંથી કરોડો રુપિયાનું નશિલા પદાર્થનું રો મટરિયલ મળી આવ્યુ હતુ.
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
