તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Tuesday, 6th August 2024
અંધશ્રધ્ધાના દુષણને ડામવા રાજય સરકાર કાયદો લાવશે
આગામી વિધાનસભા સત્રમાં ખરડો પસાર કરાય તેવી શકયતા : હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરાઇ'તી

ગાંધીનગર, તા. ૬: અંધશ્રદ્ધાને ડામવા માટે ગુજરાત રાજ્ય સરકાર કાયદો લાવવા કવાયત કરી રહી છે. રાજ્યભરમાં કાળાજાદૂ અને અંધશ્રદ્ધાની નાબૂદી માટે દાદ માગતી જાહેરહિતની હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી. સુનાવણી દરમિયાન ગળહ વિભાગના ડેપ્યુટી સેક્રેટરીઓ હાઈકોર્ટમાં સોગંદનામું કહ્યું હતું, જેમાં ખાતરી આપવામાં આવી હતી કે આગામી વિધાનસભા સત્રમાં કાળુ જાદુ અને અંધશ્રદ્ધા અંગે બિલ પસાર કરવામાં આવશે. હાઈકોર્ટમાં એક એનજીઓ દ્વારા કરાયેલી જાહેરહિતની અરજીમાં, ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં બનતી ઘટનાઓનો ઉલ્લેખ કરાયો હતો અને કહેવાયું હતું કે આ અંગે કોઈ કાયદો ન હોવાના કારણે ગુનો કરનાર કાયદાની ચુંગાલમાંથી છટકી જાય છે.
આ અરજી સંદર્ભે હાઇકોર્ટે સરકારને જણાવ્યું કે, રાજ્ય એક વેલ્ફેર સ્ટેટ છે. અંધશ્રદ્ધા રોકવાની જવાબદારી રાજ્યની છે. જેથી અંધશ્રદ્ધા રોકવા રાજ્યએ શું પગલાં લીધા છે તે અંગે જવાબ માંગ્યો. ત્યારે હવે રાજ્યના ગળહ વિભાગના સક્ષમ અધિકારી એફિડેવિટ ફાઇલ કરશે. આવા કળત્યોથી માનવ હકો અને બંધારણીય હકોનું હનન થાય છે. કોર્ટે આ કેસમાં રાજ્યના ગળહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરીને પક્ષકાર બનાવવા નિર્દેશ આપ્યા હતા.
ઉપરોક્ત આદેશના સંદર્ભે ગળહ વિભાગના ઇન્ચાર્જ ડેપ્યુટી સેક્રેટરી અને અંડર સેક્રેટરીએ હાઇકોર્ટમાં જવાબ રજૂ કર્યો છે. જે મુજબ હાઈકોર્ટના આદેશને પગલે ગળહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી, એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલિસ, એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ CID અને ગળહ વિભાગના સેક્રેટરીએ મિટિંગ યોજીને આ મુદ્દે ગહન ચર્ચા કરી હતી. જેમાં નક્કી કરાયું છે કે આવનારા વિધાનસભા સત્રમાં ગુજરાત રાજયમાંથી કાળો જાદુ, અઘોરી પ્રવળત્તિ અને અમાનવીય પ્રવળત્તિઓ જેવા દૂષણો દૂર કરવા ખરડો લાવવામાં આવશે
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
