તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th August 2024
એક જ શહેરમાં એક લાખથી વધુ ઓટોરીક્ષાનું વેચાણ કરતા દીપકમલનું સન્માન

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદઃ ઓટોમેટિવ ઇન્ડસ્ટ્રિમાં અગ્રણી ડીલરᅠદીપકમલે એક જ શહેરમાં એક લાખથી વધુ ઓટો-રિક્ષાનું વેચાણ કરતાં આ નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કરવા બદલ તેઓને પ્રતિષ્ઠિત વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. હાઉસ ઓફ કોમન્સ,ᅠબ્રિટિશ સંસદ,ᅠલંડન,ᅠયુનાઇટેડ કિંગડમ ખાતે ભવ્ય સન્માન સમારોહમાં આ સન્માન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે યુકેના શેડો મિનિસ્ટર ઓફ એનર્જી જોય મોરિસી, લેબર પાર્ટીના વરિષ્ઠ નેતા અને બ્રિટિશ સાંસદ વિરેન્દ્ર શર્મા, વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના પ્રેસિડેન્ટ અને સીઇઓ સંતોષ શુક્લા, ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ કેન્દ્રના સ્થાપક રાજરાજેશ્વર ગુરુજી, લંડનના પૂર્વ મેયર સુનીલ ચોપરા સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી.દીપકમલના ડિરેક્ટર અને સીઇઓ અનુજ ગુપ્તાએ કંપની તરફથી રેકોર્ડ સર્ટિફિકેટ મેળવ્યું હતું.તેઓએ કોર્પોરેશન પ્રા. લિ.ના ડિરેક્ટર અને સીઇઓ અનુજ ગુપ્તાએ વ્યક્તિને સશક્ત અને આત્મનિર્ભર બનવામાં મદદરૂપ થવા માટેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવતા જણાવ્યું હતું કે, ᅠથોડી મદદની જરૂર હોય તેવા વ્યક્તિઓને સશક્તિકરણ કરવું એ સમયની જરૂરિયાત છે. તેમની પ્રગતિથી જ ભારતીય બજારો પહેલા કરતા વધુ મજબૂત બની શકે છે.
(2:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
