તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th August 2024
પ દિવસ દક્ષિણ-ઉત્તર ગુજરાતમાં ભારે-છૂટા છવાયા વરસાદની આગાહી
આજે બનાસકાંઠા, નવસારી, વલસાડ, સુરત, તાપી, દમણ-દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ

અમદાવાદ, તા., ૬: અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે સોમવારે અમદાવાદ શહેરમાં છૂટા છવાયા વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા. હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે ગુજરાતમાં બે દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે. તેમજ આગામી પાંચ દિવસ રાજ્યનાં અમુક જીલ્લાઓમાં છૂટો છવાયો તેમજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગનાં વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ છવાશે. તેમજ પાંચ દિવસ દરમ્યાન રાજ્યનાં મોટા ભાગનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છેર્.
હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યનાં બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, સુરત, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ ૭ ઓગસ્ટ એટલે કે બુધવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ સહિતનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને રાજકોટમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર ૮ અને ૯ ઓગસ્ટનાં દિવસે નવસારી, વલસડ, દમણ, દાદરા નગરમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ખેડા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, મોરબી અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાં હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
તેમજ આગામી બે દિવસ રાજ્યનાં તમામ જીલ્લામાં ગાજવીજ સાથે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે. તેમજ આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
(6:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
