તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th August 2024
આગામી બે-ત્રણ દિવસ બનાસકાંઠા, નવસારી, વલસાડ અને સુરતમાં ભારે વરસાદની શક્યતા : હવામાન વિભાગ દ્વારા 11 મી ઓગસ્ટ સુધીની આગાહી
દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છના જુદા જુદા જિલ્લાઓમાં હળવા ભારે વરસાદની આગાહી

અમદાવાદ તા.૬ : ગુજરાતમાં આજે અમુક ભાગોમાં હળવા વરસાદી ઝાપટા વરસ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 11 ઓગસ્ટ સુધીની વરસાદ અંગેની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે અને આવતીકાલે સમગ્ર ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. જ્યારે 8 અને 9 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, નવસારી, વલસાડ અને સુરતમાં ભારે વરસાદની શક્યતા છે.
6 અને 7 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રરનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
8 ઓગસ્ટના રોજ સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા,અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને અમરેલી જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
9 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, વડોદરા, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
10 અને 11 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રરનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
