News of Tuesday, 6th August 2024
ખેડુતો પાસેથી ટેકાના ભાવે તેલીબીયાની ખરીદી કરવા કરતાં ભાવાંતર યોજના લાગુ કરો
ગુજરાત રાજય તેલીબીયા સંગઠનને કેન્દ્રીય કૃષિમંત્રીને લખ્યો પત્ર

રાજકોટ, તા.,૬: ગુજરાત રાજય તેલ તેલીબીયા સંગઠને દેશના કૃષિમંત્રી ડો.શિવરાજસિંહ ચૌહાણને આવેદન આપેલ છે. પ્રતિ વર્ષ આપણે આપણી કુલ જરૂરીયાતો ૬પ ટકા ખાદ્યતેલ આયાત કરીએ છીએ. જુલાઇ ર૦ર૪ માસમાં આપણે ઓલટાઇમ હાઇ ૧૮ લાખ મેટ્રીક ટન ખાદ્યતેલ આયાત કરેલ છે. આ રીતે જો આયાત થતા રહેશે તો આપણે પ્રતિ વર્ષ ર૦૦ લાખ ટન જેટલું ખાદ્યતેલ આયાત કરતા હોઇશું.
આ મોસમમાં મગફળી અને સોયાબીન જેવા તેલીબીયાનું બહુ સારૂ ખરીફ વાવેતર થયું છે. તે ઉપરાંત આપણી પાસે મસ્ટર્ડ (રાઇડો) અને સોયાબીન સીડનો માતબર જથ્થો સરપ્લસ છે તેવા સંજોગોમાં સરકાર નક્કર પગલા ભરે તો આ આયાતમાં કાપ મુકી શકાય તેમ છે.
કેન્દ્ર સરકારે વિવિધ તેલીબીયાના પાકો પર એન.એસ.પી.માં સારો એવો વધારો કર્યો છે. જે ખેડુતો માટે ખુબ જરૂરી છે.
પરંતુ ખેડુતો પાસેથી ટેકાના ભાવે તેલિબીયાની ખરીદી કરવા કરતા ભાવાંતર યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવે તો તે વધુ ફાયદાકારક રહેશે. આપ જયારે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી હતા ત્યારે તમારા રાજય પુરતી આપે આયોજના મુકી હતી. જેનો બહુ સારો પ્રતિસાદ મળ્યો હતો.
વિવિધ સરકારી એજન્સીઓ જો તેલિબીયાની ટેકાના ભાવે ખરીદ કરે તો તેઓ બહુ બહુ તો રપ ટકા જેટલાં મણ ખરીદી શકે. બાકીનાં ૭પ ટકા માલ તો ખુલ્લી બજારમાં નીચા ભાવે જ કદાચ વેંચાય તદઉપરાંત સરકારે એજન્સીઓ પાંચ - છ માસ બાદ જયારે ખુલ્લી બજારમાં વેંચવા કાઢે ત્યારે તેમની વેંચવાલી તેમજ ખેડૂતોની વેંચવાની સાથે આવતા ભાવો વધુ નીચા જાય.
તેના કરતા જો ભાવોતર યોજના અલમાં આવે તો ખેડૂતોને લગભગ પુરા ઉત્પાદન પર એમ. એસ. પી. માં લાભ મળે. તેલીબીયાનું ઉત્પાદન કરતા યુનિટોને નીચા ભાવે માલ મળતા હોવાથી ઉત્પન્ન થતું ખાદ્યતેલ સસ્તા આયાતી તેણેની સાથે હરિફાઇ સરળતાથી કરી શકે, દેશના ઉપભોકતાઓને વ્યાજબી ભાવે આરોગ્યપ્રદ સ્વદેશી તેણે મળી શકે. અને લોકલ યુનિટો લાંબા સમય સુધી કાર્યરત રહેતા રોજગારીને સમસ્યા હળવી થાય. તેમજ સરકારે એજન્સીઓને ઉંચા ભાવે ખરીદેલા માલ, નીચા ભાવે વેંચાતા આવતી નુકશાની તેમજ સંગ્રહ કરવાના ખર્ચાઓ, ચોરી, માલ-બગાડ, વગેરે પરેશાનીઓથી મુકિત મળે.
આપતો વિનમ્ર અને જમીની લેવલના નેતા છો તો આપ આ રજૂઆતની યથાર્થતા સમજી, ત્વરીત ગતિએ સકારાત્મક નિર્ણય લેશો તેવી અમારી માન્યતા છે.
ખરીફ તેલિબીયા પાકોને તૈયાર થવામાં હવે માત્ર દોઢ થી બે માસનો જ સમય બચ્યો છે. જેથી ત્વરિત નિર્ણય લેવો આવશ્યક છે.
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
