<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

વન રક્ષકની ભરતીમાંસરકારનો મોટો નિર્ણય :શારીરિક કસોટી માટે વધારે ઉમેદવારો બોલાવવા આપી સૂચના

શારીરિક કસોટીમાં 8 ટકાના બદલે 25 ટકા ઉમેદવાર બોલાવવા અને બધા ગુણ જાહેર કરવા માટે રાજ્ય સરકારે હકારાત્મક નિર્ણય લીધો

ગાંધીનગર :વન રક્ષકની ભરતીમાં શારીરિક કસોટી માટે 25 ટકા ઉમેદવારોને બોલાવવાનો નિર્ણય કરાયો છે. અત્રે જણાવીએ કે, 8 ટકાને બદલે 25 ટકા ઉમેદવારોને બોલાવવા સરકારે સૂચના આપી છે. સાથો સાથ સરકારે ઉમેદવારોને ગુણ જાહેર કરવા માટે પણ હકારાત્મકતા દર્શાવી છે. વન રક્ષક ભરતી માટે ઉમેદવારોની માંગ અંગે મુખ્યમંત્રી કક્ષાએ ચર્ચા કરવામાં આવી છે

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ માટે Forest Guard વર્ગ-3 સંવર્ગની કુલ 823 સીધી ભરતી છે

શારીરિક ક્ષમતા કસોટી માટે કુલ જગ્યાના 8 ગણા મુજબ જિલ્લાવાઇઝ, કેટેગરીવાઇઝ અને મેરીટના ધોરણે લાયક ઠરેલા ઉમેદવારોની એપ્લીકેશન કેટેગરી, કેટેગરીવાઇઝ કટઓફ માર્કસ તથા જગ્યા સામેની ટ્રીટેડ કેટેગરી રોલનંબરની કામચલાઉ યાદી તારીખ 31-7-2024 ના રોજ મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવી હતી, જો કે હવે 25 ગણા બોલાવવાનો નિર્ણય લેવાયો છે

ફોરેસ્ટ ગાર્ડની ભરતી મામલે ગાંધીનગર ખાતે ઉમેદવારો દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે ઉમેદવારો દ્વારા બેઠક વધારવા, પરિણામ જાહેર કરવાની માંગ સાથે દેખાવો કર્યો હતો. થોડા સમય પહેલા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરિપત્ર જાહેર કરાયો હતો. જેમાં જણાવ્યું હતું કે, મંડળની પ્રણાલિકા અનુસાર પ્રમાણે ઉક્ત શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક ઠરેલા ઉમેદવારોના ગુણ જાહેર કરવાના રહેતા નથી. ઉમેદવારોએ CBRT પરીક્ષામાં મેળવેલ ગુણની વિગતો ફોરેસ્ટ ગાર્ડની પસંદગી યાદી સાથે પરીક્ષામાં બેઠેલા તમામ ઉમેદવારોએ મેળવેલ ગુણ પ્રસિદ્ધ કરવામાં આવશે તેમ જણાવામાં આવ્યુ છે.

(6:44 PM IST)