તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th August 2024
છબી ખરડવવા પ્રયાસ :તાઇવાનનો વીડિયો ગુજરાતના નામે વાયરલ કર્યોઃ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે આરોપીને ઝડપી લીધો
મૂળ નડિયાદના અને હાલ વડોદરા રહેતા પ્રહલાદભાઈ દલવાડીએ પોતાના ટ્વીટર(X) એકાઉન્ટમાં એક વીડિયો શેર કર્યો:તેમણે ગુજરાતમાં રસ્તાઓ ખરાબ હોવાનું દર્શાવતી વિગતો લખી હતી

અમદાવાદ : સોશિયલ મીડિયામાં માહિતીની સત્યતા ચકાસ્યા વગર ગમે તે વિગતો પોસ્ટ કરી દેવામાં આવતી હોય છે. જેના કારણે અનેકવાર મુશ્કેલીમાં મુકાઈ જવું પડે છે. આવું જ કંઇક વડોદરાના રહેવાસી સાથે થયું છે. તેમણે એક વીડિયો અપલોડ કર્યો હતો અને ગુજરાતમાં રસ્તાઓની હાલત ખરાબ હોવાનું દર્શાવ્યું હતું. ગુજરાતની છબી ખરડાય તેવી પોસ્ટ કરવા બદલે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા તેમની અટક કરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, મૂળ નડિયાદના અને હાલ વડોદરાના વાસલાઇ ભાઈલી રોડ ખાતે રહેલા પ્રહલાદભાઈ દલવાડીએ બે-ત્રણ દિવસ પહેલા પોતાના ટ્વીટર(X) એકાઉન્ટમાં એક વીડિયો શેર કર્યો હતો. વીડિયો શેર કરવાની સાથે તેમણે ગુજરાતમાં રસ્તાઓ ખરાબ હોવાનું દર્શાવતી વિગતો લખી હતી. આ વીડિયો ફેક હોવાની જાણ અમદાવાદ ક્રાઇમ બ્રાંચને થઇ હતી. જેના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન આ વીડિયો ગુજરાતનો નહીં પરંતુ તાઇવાનના ખાડાવાળા માર્ગનો 2020નો હતો. અન્ય કોઇ જગ્યાનો વીડિયો ડાઉનલોડ કરી ગુજરાત રાજ્યની છબી ખરડાય તેવા આશયથી તેમજ લોકોમાં અસંતોષ ફેળાવવા પોતાના ટ્વીટર આઇડીમાં અપલોડ કર્યો હતો. મૂળ નડિયાદના અને હાલ વડોદરા રહેતા પ્રહલાદ દલવાડીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
(7:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
