<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

અમદાવાદ આશ્રમ રોડની માઉન્ટ કાર્મેલ સ્કુલનું સ્ટ્રક્ચર નબળું હતું : GERIની તપાસમાં ઘટસ્ફોટ

હવે શાળાના સ્થળ ફેરફારને લઇને તજવીજ હાથ ધરવા શાળાને સુચના અપાઈ

અમદાવાદના આશ્રમ રોડની માઉન્ટ કાર્મેલ સ્કુલનું સ્ટ્રક્ચર નબળું હોવાનું GERI ની તપાસમાં સામ આવ્યું છે. શાળાનુ સ્ટ્રકચર 89 ટકા નબળુ હોવાનુ GERI ની તપાસમાં જણાયું છે. સરકારી શાખા GERI દ્વારા માઉન્ટ કાર્મેલ સ્કુલના સ્ટ્રક્ચર અંગે ચકાસણી કરવામાં આવી હતી. ગત વર્ષે વાલીઓના હોબાળા બાદ, DEO એ શાળાના સ્ટ્રકચરને લઇ કરાવી હતી તપાસ. કાર્યપાલક ઇજનેરની ભલામણને આધારે સ્ટ્રકચરલ સ્ટેબીલીટી માટે GERI દ્વારા સેમ્પલ લેવાયા હતા. જે નબળા પુરવાર થતા હવે શાળાના સ્થળ ફેરફારને લઇને તજવીજ હાથ ધરવા શાળાને સુચના અપાઈ છે. શાળાને લઇ આગામી સમયમાં કાર્યાપાલક ઇજનેર અંતિમ નિર્ણય લેશે.

(9:31 PM IST)