તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th August 2024
પાટણના કાકોશી ગામની ૧૬ વર્ષની સગીરા પર દુષ્કર્મ થયું
વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવીઃઆ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

પાટણ, તા.૬
પાટણના સિદ્ધપુર તાલુકામાં ૧૬ વર્ષીય સગીરા સામે દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના બની છે. પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામની ૧૬ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરવાની ઘટના બની છે. સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામની ૧૬ વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. નેદ્રોડા ગામના શખ્સે સગીરાને અમદાવાદ તેમજ અલગ-અલગ સ્થળે લઈ જઈને સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ નેદ્રોડા ગામનો વતની અને હાલમાં અમદાવાદમાં રહેતો સચિન પરમારે કાકોશીની ૧૬ વર્ષીય સગીરાનું દુષ્કર્મ આચર્યું હતું.
સચિને સગીરાને રિક્ષામાં બેસાડી સગીરા સાથે લગ્ન કરવાનું કહી ધમકી આપી હતી કે, મારી સાથે નહીં આવે તો હું દવા પીને મરી જઈશ અને તારું નામ આપીશ.
આના કારણે સગીરા ગભરાઈ ગઈ હતી. સચિને સગીરાને અમદાવાદ તેમજ અલગ-અલગ સ્થળે લઈ જઈને સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં સચિન સગીરાને કંઈ પણ કીધા વગર ડીસા મૂકીને જતો રહ્યો હતો. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(10:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
