<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને છાત્રોને અમદાવાદ નહીં છોડવા ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોની સૂચના

શેખ હસીનાના રાજીનામાં બાદ ભડકેલી હિંસાને પગલે ગુજરાત યુનિવર્સિટીનો નિર્ણય

અમદાવાદ : બાંગ્લાદેશમાં અનામત આંદોલનને પગલે ભડકેલી હિંસા બાદ શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધુ હતુ. હિંસક પ્રદર્શન વચ્ચે શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડીને ભારતમાં આવી ગયા હતા. એવામાં બાંગ્લાદેશની હાલની પરિસ્થિતિને જોતા ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોએ બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને અમદાવાદ ના છોડવાની સૂચના આપી છે.

દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ વિદેશથી અભ્યાર અર્થે ગુજરાત આવે છે. હાલ ગુજરાત યુનિવર્સિટીમાં 20 જેટલા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. હાલમાં બાંગ્લાદેશમાં સર્જાયેલી તંગદિલી વચ્ચે ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર દ્વાર વિદ્યાર્થીઓ સાથે બેઠક કરવામાં આવી હતી. જે બાદ બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને અમદાવાદ ના છોડવાની સૂચના અપાઈ છે.

ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર નીરજા ગુપ્તાએ બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને પોતાની સુરક્ષા સંદર્ભે બે ઈમરજન્સી નંબર આપ્યા છે. આ સાથે જ તેમણે વિદ્યાર્થીઓ પાસેથી ગુજરાત તેમજ દેશમાં વસતા તેમના સગા-સબંધીઓના નંબર પણ મેળવી લીધા છે. જેનું એક લિસ્ટ પણ બનાવી રાખ્યું છે. જેથી કોઈ ઈમરજન્સી સ્થિતિમાં તેમનો સીધો સંપર્ક થઈ શકે.

વધુમાં VC નીરજા ગુપ્તાએ જણાવ્યું કે, ચાલુ શૈક્ષણિક વર્ષમાં બાંગ્લાદેશના કુલ 300 જેટલા વિદ્યાર્થીઓએ પહેલા વર્ષમાં એડમિશન લીધુ હતુ. જે પૈકી 20 જેટલા વિદ્યાર્થીઓ UG, PD અને PhDમાં ભણી રહ્યા છે, જેમની સુરક્ષા યુનિવર્સિટીની પ્રાથમિક્તા છે.

(10:43 PM IST)