<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

ગુજરાત શ્રમિક સંગઠન વિશ્વાસને પાત્ર ન હોવાના આક્ષેપ સાથે નર્મદા જિલ્લા પ્રમુખે પદ પરથી રાજીનામુ આપ્યું

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લા શ્રમિક સંગઠન ના નર્મદા જિલ્લા પ્રમખે પોતાના પદ પરથી રાજીનામું ધરી દેતા આ બાબત ચર્ચાનો વિષય બની છે
   જનરલ સેક્રેટરી, ગુજરાત શ્રમિક સંગઠન, સુરત ને આપેલા રાજીનામામાં મહેશભાઈ તડવી એ જણાવ્યું છે કે હું ગત વર્ષોમાં સ્ટેચ્યુ જનરલ સેક્રેટરી, ગુજરાત શ્રમિક સંગઠન જી.સુરત ઑફ યુનિટી પ્રોજેક્ટ, એકતા નગર ખાતે અનેક એજન્સીઓના કર્મચારીના પ્રશ્નોની રજૂઆત કરતો આવ્યો છું.જેથી ગત વર્ષે GSS યુનિયનમાં સભ્યપદ લઈ ને પ્રથમ વર્ષે જ મને નર્મદા જિલ્લા પ્રમુખપદની જવાબદારી સોંપેલ જેના ભાગરૂપે સ્થાનિક કર્મચારીઓને પોતાના કર્મચારીઓ અંગેના હક અધિકાર માટે કોઈ લોભ, લાલચ કે દબાણ વગર પોતાની નિષ્ઠા અને ઈમાનદારી પૂર્વક યુનિયનમાં યોગ્ય રજૂઆત કરી કર્મચારીઓને પોતાના હક અધિકાર અપાવેલ જેના માટે તમામ કર્મચારી તેમજ વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારી તેમજ લેબર કમિશ્નર શ્રમ વિભાગ કચેરી, ભરૂચ તેમજ સ્થાનિક નાના-મોટા કર્મચારીનો સાથ સહકાર મળ્યો હતો.
  વધુમાં તેમણે જણાવ્યું છે કે આ વર્ષે મારી GSS ના નર્મદા જિલ્લા પ્રમુખપદેની જવાબદારીના ભાગરૂપે ગુજરાત શ્રમિક સંગઠનના ઉપરોક્ત તેમજ સ્થાનિક હોદ્દેદારોને રજૂઆત કરવા છતાં, કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે કોઈ રસ ન ધરાવતા હોય તેવું જણાઈ આવે છે.જેથી ભવિષ્યમાં આ યુનિયન દ્વારા સ્થાનિક કર્મચારીઓના પ્રશ્નનું નિરાકરણ આવે તેમ જણાય આવતું નથી. જેથી અમોને આ ગુજરાત શ્રમિક સંગઠન વિશ્વાસને પાત્ર ન હોય જેથી મારી છબીને નુકશાન પહોંચે તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે.તેમજ કેટલા સમયથી મારાં વ્યક્તિત્વ જીવનમાં ઘણી જવાબદારીઓ વધતી જતી હોય,જેથી મારાં પરિવારિક કારણસર યુનિયનમાં સમય ફાળવી શકાય તેમ નથી, જેથી હું મહેશભાઈ વિક્રમભાઈ તડવી, ગુજરાત શ્રમિક સંગઠનના નર્મદા જિલ્લા પ્રમુખપદ પરથી કોઈપણ પ્રકારના દાબ દબાણ વગર સ્વૈચ્છિક રાજીનામુ આપું છું. હવે પછી આ રાજીનામું આપ્યાની તારીખથી GSSના યુનિયનમાં નર્મદા જિલ્લા પ્રમુખપદની મારી કોઈ જવાબદારી રહેશે નહિ.જેની નોંધ લેશો

(11:32 PM IST)