<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

નર્મદા સુગરની કસ્ટોડિયન કમિટીમાં જિલ્લાના ખેડૂત સહકારી અગ્રણી સુનીલ પટેલની નિમણુંક

જિલ્લા મધ્યસ્થ બેન્કના પ્રતિનિધિ તરીકે સરકારે નિમણુંક કરી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા અને ભરૂચ જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન ધારીખેડાની સહકારી ખાંડ ઉદ્યોગ નર્મદા સુગરની કસ્ટોડિયન કમિટીમાં સભ્ય તરીકે સરકારે ખેડૂત અગ્રણીની નિમણુંક કરતા બંને જિલ્લાના સહકારી ક્ષેત્રમાં આનંદની લાગણી ફેલાઈ છે
    પ્રાપ્ત માહિતી મુજબ 25 હજારથી વધુ ખેડૂત સભાસદો ધરાવતી ખેડૂતોની સહકારી સંસ્થા નર્મદા સુગરની છેલ્લી ચૂંટણી વિવાદિત બનતા હાલ સમગ્ર મામલો સબજ્યુડીશ છે ત્યારે સરકારે હાલ પાંચ સભ્યોની કસ્ટોડિયન કમિટીની નિમણુંક કરી છે, સરકારે શેરડી પકવતા ખેડૂતોના લાભાર્થે જાણીતા સહકારી આગેવાન અને ગુજકોમાસોલ તથા ભરૂચ જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કના ડિરેક્ટર સુનિલ રમેશભાઈ પટેલની નર્મદા સુગરની કસ્ટોડિયન કમિટીના સભ્ય તરીકે નિમણુંક કરતા શેરડી પકવતા ખેડૂતો ,તેમજ સહકારી કાર્યકરોમાં આનંદની લાગણી ફેલાઈ છે. સુનિલ પટેલને તેમના સમર્થકો.મિત્રો અને સહકારી આગેવાનો એ અભિનંદન પાઠવ્યા હતા.

(11:16 PM IST)