તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th August 2024
રાજપીપળા નગરપાલિકામાં સામા તહેવારોમાં 3 મહિનાથી પગાર નહિ થતા સફાઈ સૈનિકો અકળાયા
બે મહિનાનો સાથે પગાર આપે તો કામ કરીશું નહિ તો આવનારા દિવસોમાં ગાંધી ચીંધ્યો માર્ગ અપનાવવા ચીમકી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપળા નગરપાલિકાના ખાડે ગયેલા વહીવટના કારણે ગામને સ્વચ્છ રાખતા સફાઈ સૈનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.ત્રણ માહિંથી પગાર નહિ થતા તેઓ અકળાઈ ઉઠ્યા છે.
રાજપીપળા નગરપાલિકામાં રોજમદાર તરીકે કામ કરતા 86 જેવા સફાઈ સૈનિકોને છેલ્લા ત્રણ મહિંથી પગાર મળ્યો નથી અને હાલમાં શ્રાવણ માસ તેમજ ગણતરીના દિવસોમાં રક્ષાબંધનનો મોટો પર્વ આવતો હોય પગાર માટે વાયદા કરતા સત્તાધીશોએ આજદિન સુધી પગાર નહિ કરતા આ 86 સફાઈ સૈનિકો માં ભારે રોષ જોવા મળ્યો હતો તેમનું કહેવું છે કે અમે બે મહિનાનો સાથે પગાર માંગ્યો છે પરંતુ આજે પણ પગાર થયો નથી અને આવતીકાલે રજા છે. તો જો આજકાલ માં બે મહિનાનો પગાર નહિ મળે તો આવનારા દિવસો માં અમે ગાંધી ચીંધ્યો માર્ગ અપનાવીશું.
(11:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
