<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

વડોદરાના એલ,એન્ડ,ટી સર્કલ પર અકસ્માત : એકસાથે ચાર વાહનોને એસટી બસે ટક્કર મારી

બસની બ્રેક ફેલ થવાથી અકસ્માત સર્જાયાનું ડ્રાઈવરનું રટણ:બસ ચાલક નશામાં ધૂત હોવાનો વાહન ચાલકોનો આક્ષેપ

 

વડોદરા: શહેરના એલ એન્ડ ટી સર્કલ પર અકસ્માત સર્જાયો છે. એસટી બસ ચાલકે કાબૂ ગૂમાવતા અકસ્માત સર્જાયો છે. એકસાથે ચાર વાહનોને એસટી બસે  ટક્કર મારી હતી, જોકે  સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઇ. કારમાં સવાર બે વ્યક્તિને સામાન્ય ઈજાઓ પહોંચી છે. બસની બ્રેક ફેલ થવાથી અકસ્માત સર્જાયાનું ડ્રાઈવરનું રટણ છે. બીજીતરફ બસ ચાલક નશામાં ધૂત હોવાનો વાહન ચાલકોનો આક્ષેપ છે. પોલીસે બસ ચાલકની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે. ડ્રાઈવરનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે.

(11:52 AM IST)