<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

દાહોદ જિલ્લાનો માછણ ડેમ છલોછલ:ભરાયોઃ નીચાણવાળા વિસ્તારના 7 ગામોને એલર્ટ કરાયા

માછણ ડેમમાં 92 ટકાથી વધુ પાણીની આવક થઇ

 

દાહોદઃ રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ વચ્ચે દાહોદનો માછણ ડેમ છલોછલ થયો છે. માછણ ડેમમાં 92 ટકાથી વધુ પાણીની આવક થઇ છે. કોઇપણ સમયે માછણ ડેમ છલકાય એવી શક્યતા છે. 

જિલ્લામાં આવેલા આઠ મોટા ડેમો પૈકી માછણ નાળા ડેમ ગમે તે ઘડીએ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે 

  માછણ ડેમની પૂર્ણ સપાટી 277.64 મીટર છે. હાલ માછણ ડેમનું જળસ્તર 277.20 મીટર છે. નીચાણવાળા વિસ્તારના 7 ગામોને એલર્ટ કરાયા છે.

(11:52 AM IST)