<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

ગુજરાત મંત્રીમંડળમાં ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાનો સમાવેશ કરવા માંગણી

રાજકોટ જિલ્લા લઘુમતી મોરચાનાં પ્રમુખ અલ્લાઉદીન ફોગ નરેન્દ્રભાઇ મોદીને પત્ર લખીને રજુઆત

જસદણ તા.૭: ગુજરાત સરકારના નવા મંત્રી મંડળમાં ધારાસભ્ય જયેશભાઇ રાદડિયાનો મંત્રી મંડળમાં મંત્રી તરીકે સમાવેશ કરવા રાજકોટ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અલ્લાઉદીન ફોગે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને એક પત્ર પાઠવી રજુઆત કરી માંગણી કરી છે.

અલ્લાઉદીન ફોગે જણાવેલ કે સોૈરાષ્ટ્રમાં પટેલ સમાજ તેમજ દરેક સમાજમાં ખુબજ મોટુ નામ ધરાવતા જેતપુર જામકંડોરણાનાં જયેશભાઇ રાદડીયાને સરકારમાં સમાવેશ કરવા જોઇએ. ખુબ નાની વયે તેઓ ધારાસભ્ય બન્યા છે અને ખેડુતો અને દરેક સમાજના લોકોના પ્રશ્નોનું નિરાકરણ થાય તે માટે તેઓ સતત કામગીરી કરી રહયા છે

(1:12 PM IST)