<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

નરેન્દ્રભાઈ મોદીની આ પ્રેરણાથી ૨૦૧૫ના વર્ષથી દેશભરમાં ૭ ઓગસ્ટને નેશનલ હેન્ડલુમ ડે તરીકે ઉજવણીની જાહેરાત બાદ ૧૦માં નેશનલ હેન્ડલુમ ડેની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર સ્થિત નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT) ખાતે ઉજવણી

મુખ્યમંત્રીએ નિફ્ટ પરિસરમાં નવીનીકરણ પામેલા ત્રણ વિભાગો - ફેશન ડિઝાઈન ડિપાર્ટમેન્ટ, ફેશન એન્ડ લાઈફ સ્ટાઈલ એસેસરીઝ ડિપાર્ટમેન્ટ તથા માસ્ટર ઓફ ડિઝાઇન ડિપાર્ટમેન્ટનુ ઉદઘાટન કર્યુ

રાજકોટ તા.૭ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણા દેશના વૈવિધ્યસભર અને સમૃદ્ધ પરંપરાગત હસ્તકલા કારીગરી અને હાથશાળની વિરાસતને વિશ્વ સમક્ષ ઉજાગર કરવા દર વર્ષે ૭ ઓગસ્ટને રાષ્ટ્રીય હાથશાળ દિવસ-નેશનલ હેન્ડલુમ ડે તરીકે ઉજવવાની પ્રેરણા આપી છે. 

        વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આ પ્રેરણાથી ૨૦૧૫ના વર્ષથી દેશભરમાં ૭ ઓગસ્ટને નેશનલ હેન્ડલુમ ડે તરીકે મનાવવામાં આવે છે. 

૧૦માં નેશનલ હેન્ડલુમ ડેની મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર સ્થિત નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT) ખાતે ઉજવણી કરવામાં આવી હતી. 

       મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે NIFT દ્વારા આયોજિત હેન્ડલુમ એક્ઝિબિશનને ખુલ્લું મૂક્યું હતું. ગુજરાત સહિત દેશભરના રાજ્યોની વિવિધ હસ્તકલા કારીગરીની તેમજ હાથશાળની વસ્તુઓ અને ઉત્પાદનો અહીં પ્રદર્શિત કરવામાં આવ્યાં છે. 

એટલું જ નહિ, મુખ્યમંત્રીએ નિફ્ટ પરિસરમાં નવીનીકરણ પામેલા ત્રણ વિભાગો - ફેશન ડિઝાઈન ડિપાર્ટમેન્ટ, ફેશન એન્ડ લાઈફ સ્ટાઈલ એસેસરીઝ ડિપાર્ટમેન્ટ તથા માસ્ટર ઓફ ડિઝાઇન ડિપાર્ટમેન્ટના ઉદઘાટન કર્યા હતા. 

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે ભારત હાથવણાટ, હાથશાળ ઉત્પાદનો અને હસ્તકલાનો સમૃદ્ધ વારસો અને ભવ્ય ઇતિહાસ પરંપરા ધરાવે છે. કૃષિ ક્ષેત્ર પછી આ હેન્ડલુમ-હાથ વણાટ ક્ષેત્ર રોજગારીનો મોટો સ્ત્રોત પણ છે. 

      હાથ બનાવટના આવા ઉત્પાદનોમાં પર્યાવરણને નુકસાનકારક વાયુઓનું ઉત્સર્જન થતું નથી. તેમજ તેમાં રો-મટીરીટલ તરીકે કુદરતી સામગ્રીનો જ ઉપયોગ થાય છે. 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરના તેમના ‘મન કી બાત’ કાર્યક્રમમાં પણ હાથશાળના આવા દરેક રીતે સસ્ટેઈનેબલ અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ઉત્પાદનોને અને તેના ઉપયોગને વેગ આપવાનું દેશવાસીઓને આહવાન કર્યું છે. 

આ સંદર્ભમાં નિફ્ટ ખાતે ૧૦માં નેશનલ હેન્ડલૂમ ડેના અવસરે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખુલ્લું મુકાયેલું આ પ્રદર્શન એક યોગ્ય પ્લેટફોર્મ બની રહેશે. 

આ અવસરે ઉદ્યોગમંત્રી  બલવંતસિંહ રાજપૂત, ધારાસભ્ય  રીટાબહેન પટેલ,  ગાંધીનગરના મેયર  મીરાબહેન પટેલ, નિફ્ટના ડિરેક્ટર પ્રો. ડૉ. સમીર સૂદ, જોઈન્ટ ડિરેક્ટર પ્રો. ડૉ. પ્રણવ વોરા, વિવિધ ફેકલ્ટીઝના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

(12:22 PM IST)