<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

વડાપ્રધાનને મળતા નરહરિ અમીનઃ સેવાકીય છાત્રાલયોને GST મુકિત બદલ માન્યો આભાર

રાજકોટ,તા. ૭: ગઇ કાલે રાજયસભા સાંસદ નરહરિ અમીન એ સંસદ પરિસરમાં  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાત કરીને હોસ્ટેલ સંબંધિત સેવાઓ માટે ૧૨% જીએસટીમાંથી મુકિતની બદલ વડાપ્રધાનશ્રીનો ગુજરાતની જુદી જુદી સામાજિક સંસ્થાઓ અને ચેરીટેબલ ટ્રસ્ટો વતી આભાર માનતો પત્ર આપ્યો હતો.

ગયા રવિવારે રાજયસભાના સાંસદ શ્રી નરહરિ અમીનના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં બધી સંસ્થાઓ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીનો આભાર માન્યો હતો.

આ પ્રસંગે શ્રી નરહરિ અમીનનું શ્રી લેઉવા પટેલ પ્રગતિ મંડળ (કેળવણીધામ), શ્રી સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ (ગુલબાઈ ટેકરા/ નારણપુરા),  શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ (નિકોલ નરોડા),  સરદારધામ (વૈષ્ણોદેવી), અમદાવાદ, જન સહાયક ટ્રસ્ટ- હિરામણી સ્કુલ અમદાવાદ, શ્રી  અન્નપૂર્ણાધામ ટ્રસ્ટ - અડાલજ, શ્રી સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજ - અમદાવાદ, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ - લ્ઞ્સ્ભ્ છારોડી, સર્વ વિદ્યાલય કેળવણી મંડળ (કડી, ગાંધીનગર), અમીન ટી જે કે પી વિદ્યાર્થી ભવન - ગુલબાઈ ટેકરા, જીતો રત્નમણિ હોસ્ટેલ અમદાવાદ, ખોડલધામ સમિતિ અમદાવાદ, સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજ ગાંધીનગર, નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ કો.ઓ. મેનેજમેન્ટ – ગાંધીનગર, પાટીદાર પરિવાર ટ્રસ્ટ – અમદાવાદ, અમદાવાદ બિલ્ડર એસોસિએશન તેમજ અન્ય સામાજિક સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

(12:22 PM IST)