News of Wednesday, 7th August 2024
વરસાદનું જોર ઘટ્યું: 24 કલાકમાં રાજ્યના 112 તાલુકામાં મેઘમહેર :એકપણ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નહિ
છોટા ઉદેપુર તાલુકાના જેતપુર પાવી તાલુકામાં સૌથી વધારે 24 મીમી વરસાદ:

અમદાવાદ :ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ 112 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જો કે, એક પણ તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો નથી. છોટા ઉદેપુર તાલુકાના જેતપુર પાવી તાલુકામાં સૌથી વધારે 24 મીમી વરસાદ નોંધાયો છે.અન્ય તાલુકાઓમાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે ક્યાંક માત્ર ઝાપટા પડયા છે
હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રરનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
(6:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
