News of Wednesday, 7th August 2024
મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની આગાહી
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડશે. કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે.

અમદાવાદ :છેલ્લા બે દિવસથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે. પરંતુ વાદળો વિખેરાવાનું નામ નથી લઈ રહ્યા. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી શું કહે છે તેના પર બધાની નજર હોય છે.અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતના ક્યા ક્યા વિસ્તારમાં ભારે વરસાદ પડશે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. આ વરસાદ 4થી 7 ઈંચ સુધી પડશે તેવી તેમણે આગાહી કરી છે. આગામી 24 કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડશે. આ ઉપરાંત તારીખ 8થી 14માં રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ પડશે. જેમા દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડશે. કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
