<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

૧૦૦ વખત સોમનાથ - દ્વારકા, ૩૨ વખત રણુજા, ૨ વખત નર્મદાની પદયાત્રા કરનાર ધોળકાના જયરામ ભગત કેશોદમાં

સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કરવા સોમનાથ - દ્વારકા ૧૦૮ વખત પદયાત્રા કરવાનો સંકલ્‍પ : નર્મદાની લગભગ ૪૦૦૦ કિલોમીટરની કઠોર પરિક્રમા માત્ર ૭૩ દિવસમાં ૨ વખત સફળતાપૂર્વક પૂર્ણ કરી

(સંજય દેવાણી દ્વારા) કેશોદ, તા.૭: અમદાવાદ જિલ્લાના ધોળકા ગામનાં પદયાત્રી જયરામ ભગત એ  પોતાના  જીવનકાળમાં અસંખ્‍ય વખત  ધોળકાથી સોમનાથ, દ્વારકા, રામદેવળા  (રણુજા), નર્મદા સહિતના પવિત્ર સ્‍થળોની પદયાત્રા કરી સનાતન ધર્મની રક્ષા કાજે પ્રચાર પ્રસાર કરવા સંકલ્‍પ કર્યો છે.

તાજેતરમાં તેઓએ પગપાળા  સોમનાથ મહાદેવના દર્શનાર્થે જતા વચ્‍ચે  કેશોદમા રાત્રીરોકાણકરી  ભારતીય  સંસ્‍કળતિ  અનુસાર ‘અતિથિ દેવો ભવઃ' ની ઉમદા પરંપરાના નાતે   અત્રેના  પોલીસ સ્‍ટેશનમા   ફરજ બજાવતા એ.એસ.આઇ. પેથાભાઈ ઘેલાભાઈ કોડીયાતરના  ઘરની  મહેમાનગતિ માણી હતી.

શ્રી જય રામ ભગતે ધોળકા થી સોમનાથ સોમનાથ દાદાના ચરણોમાં શિશ ઝુકાવીને દ્વારકા ૧૦૮ વખત પદયાત્રા કરવાનો સંકલ્‍પ લીધો છે. જેમાં સો વખત આ કઠીન પદયાત્રા શ્રધ્‍ધાપૂર્વક પુર્ણ કરી છે. તેઓએ ધોળકાથી રણુજા રામદેવળા ૩૨ વખત પદયાત્રા કરી રામદેવપીર ના ચરણોમા શીશ ઝુકાવેલ છે. માતા નર્મદા ની  કઠોર પરિક્રમા અંદાજે ચાર હજાર કિલોમીટર માત્ર ૭૩ દિવસમાં બે વખત સફળ રીતે પુર્ણ કરી છે

(1:33 PM IST)