<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

રાજકોટના પૂર્વ મ્‍યુ. કમિશનરની બદલી

અજય ભાદુની કેન્‍દ્રના વાણિજ્‍ય વિભાગમાં નિમણૂક

રાજકોટ,તા. ૭: હાલ નવી દિલ્‍હીમાં ડેપ્‍યુટેશન પર દેશના ડે.ચૂંટણી કમિશનર તરીકે ફરજ બજાવતા ગુજરાતના આઇ.એ.એસ કેડરના અધિકારી શ્રી અજય ભાદુની કેન્‍દ્ર સરકારે કોમર્સ મંત્રાલયમાં અધિક સચિવ તરીકે નિમણુક કરી છે. તેઓ ભૂતકાળમાં રાજકોટ મ્‍યુનિસિપલ કમિશનર તરીકે રહી ચૂક્‍યા છે. ગુજરાતમાં જી.એસ.ટીમાં મુખ્‍ય કમિશનર રહી ચૂકેલા સમીર વકીલને સીરીયસ ફ્રોડ ઇન્‍વેસ્‍ટીગેશન ઓર્ગેનાઇઝેશનમાં નિયુકત કરવામાં આવ્‍યા છે.

 

(2:34 PM IST)