News of Wednesday, 7th August 2024
અમદાવાદ કોર્પોરેશન તમામ ઓફીસમાં હેલ્પ ડેસ્ક શરૂ કરશેઃ ભ્રષ્ટાચાર નાથવા પગલું
અરજદાર સીધી અરજી કરી શકશે : અરજીનો નિકાલ નિયત સમયમાં ન થાય તો અધિકારીને ફરિયાદ કરી શકાશે

અમદાવાદ તા.૭: ભ્રષ્ટાચાર અટકાવવા AMCએ એક નિર્ણય લીધો છે. તમામ ઓફિસમાં હેલ્પડેસ્ક કાર્યરત થશે અને અરજદાર સીધી અરજી કરી શકશે. સાથે જ કામ પૂર્ણ થવાની સમયમર્યાદા પણ જાણી શકશે.આપણા દેશની સૌથી ગંભીર સમસ્યા છે ભ્રષ્ટાચાર. અવારનવાર ભ્રષ્ટાચારના કિસ્સાઓ સામે આવતા રહે છે. લોકોએ ઘણીવાર કોઈ કામ માટે સરકારી ઓફિસમાં જવું પડતું હોય છે અને તેમનું કામ કરાવવા માટે મજબૂરીમાં લાંચ આપવી પડતી હોય છે.
ત્યારે હવે ભ્રષ્ટાચારને ડામવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સફાળું જાગ્યું છે.અમદાવાદમાંથી હર્ષદ ભોજકના લાંચ કેસનો મામલો સામે આવ્યા બાદ હવે એએમસી સફાળુ જાગી ઉઠ્યું છે. AMC દ્વારા તમામ ઝોનની ઓફિસમાં હેલ્પ ડેસ્ક શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આનાથી અરજદારો પોતાના કામની અરજી સીધી જ હેલ્પ ડેસ્ક પર કરી શકશે. સાથે જ આ અરજીનો નિકાલ કેટલા દિવસમાં થશે, તેની માહિતી પણ મેળવી શકશે.
ઉપરાંત ઝોન ઓફિસમાંથી આપવામાં આવેલા નિヘતિ સમયમાં જો તેમની અરજીનો નિકાલ નહીં થાય, તેમનું કામ સમયસર ન થાય તો અરજદાર સીધા અધિકારીઓને ફરિયાદ પણ કરી શકશે.(૨.૧૫)
(3:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
