News of Wednesday, 7th August 2024
અમદાવાદમાં એર ઇન્ડિયાની ફલાઇટમાં ટેકિનકલ ખામીઃ મુસાફરો રઝળ્યા
અમદાવાદ-મુંબઇ બંને એરપોર્ટ પર પેસેન્જરો અટવાયા

અમદાવાદમાં એર ઈન્ડિયાની ફલાઇટમાં ટેક્નિકલ ખામી સર્જાતા મુસાફરો અટવાયા હતા. જેમાં અમદાવાદ-મુંબઈની ફલાઇટ સાડા પાંચ કલાક મોડી ઉપડી હતી. તેમાં ફલાઇટમાં ખામી સર્જાતા અમદાવાદ-મુંબઈ બંને એરપોર્ટ પર પેસેન્જરો અટવાયા હતા. ફલાઇટમાં ખામીને કારણે ઈન્ટરનેશનલ કનેક્ટિંગ ફલાઇટો લેવા મુસાફરી કરનાર પેસેન્જરોની હાલાકી વધી છે.
એર ઈન્ડિયાની ફલાઇટ મુંબઈથી ટેક ઓફ થાય તે પહેલાં તેમાં ટેક્નિકલ ખામી હોવાનું ધ્યાને આવતા પેસેન્જરો અટવાયા હતા. આ ફલાઇટ બપોરે અમદાવાદ પહોંચીને સાંજે ૫.૩૦એ મુંબઈ જવા રવાના થતી હોય છે. જોકે, ફલાઇટમાં ખામી સર્જાતા અમદાવાદ-મુંબઈ બંને એરપોર્ટ પર પેસેન્જરો અટવાયા હતા. જેના કારણે અમદાવાદ એરપોર્ટ પર ૧૩૦માંથી દસ પેસેન્જરે ટિકિટ કેન્સલ કરાવી ઘરે જતા રહ્યાનું સૂત્રોએ જણાવ્યું હતું. ફલાઇટમાં ટેક્નિકલ ખામીને કારણે ઈન્ટરનેશનલ કનેક્ટિંગ ફલાઇટો માટે લેવા મુસાફરી કરનાર પેસેન્જરોની હાલાકી વધી હતી.
(3:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
