News of Wednesday, 7th August 2024
ગુજરાત એટીએસને જબ્બર સફળતાઃ મુંબઇમાં દરોડો પાડી બે ભાઇઓને ૮૦૦ કરોડના એમડી સાથે દબોચ્યા
પલસાણાના કારેલી ગામેથી એમડી બનાવતી ફેક્ટરીમાંથી ૫૧ કરોડનો માદક પદાર્થ પકડયા બાદ પગેરૂ મુંબઇ તરફ નીકળ્યું ભાડાના ફલેટમાં પોતે જ માદક પદાર્થનું ઉત્પાદન કરતાં હતાં: મો.યુનુસ ઉર્ફ એઝાઝ અને મો.આદીલ શેખની ધરપકડઃ ૭૯૩.૨૩૨ કિલો લિક્વીડ એમડી તથા એપરેટ્સનો જથ્થો કબ્જે કરાયો

રાજકોટ તા. ૮: ગુજરાત એટીએસની ટીમે સુરત જીલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામે દરોડો પાડી મેફેડ્રોન પદાર્થ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ ગત ૧૮/૭ના રોજ કર્યો હતો. તે વખતે ૪ કિલો મેફેડ્રોન અને ૩૧.૪૦૯ કિલો લિક્વીડ મેફેડ્રોન રૂા. ૫૧.૪૦૯ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ડ્રગ કાર્ટેલની તપાસનું પગેરૂ મહારાષ્ટ્ર ભીવંડી સુધી પહોંચતા ગુજરાત એટીએસએ તયાં દરોડો પાડી ત્યાંથી બે ભાઇઓ મોહમ્મદ યુનુસ ઉર્ફ એઝાજ તથા મોહમ્મદ આદીલને માદક પદાર્થ તૈયાર કરતાં પકડી લઇ કુલ રૂા. ૮૦૦ કરોડનું એમડી ડ્રગ્સ પકડી લઇ જબરી સફળતા મેળવી છે.
એટીએસના નાયબ પોલીસ અધિક્ષક એસ. એલ. ચોૈધરીને મળેલી માહિતી પરથી મુંબઇ ચીંચબંદર ખાતે ભીવંડી વિસ્તારના ફલેટમાં દરોડો પાડી મોહમ્મદ યુનુસ ઉર્ફ એઝાઝ અને તેના ભાઇ મોહમ્મદ આદીલને પકડી લેવાયા છે. આ બંને મુંબઇમાં મેફેડ્રોન પદાર્થ બનાવી વેંચાણ કરતાં હતાં.
પીઆઇ આર. સી. વઢવાણા મારફત ખરાઇ કરાવી ગુજરાત એટીએસના પીઆઇ સી. એચ. પનારા, બી. એમ. પટેલ, પીએસઆઇ એમ. એન. પટેલ, એચ. ડી. વાઢેર, બી. જે. પટેલ અને ટીમોએ ભીવંડી નદી નાકા મહારાષ્ટ્ર ખાતે ફલેટમાં દરોડો પાડતાં ત્યાં મેફેડ્રોન પદાર્થ બનાવવાની પ્રોસેસ ચાલુ હોઇ ૧૦.૯૬૯ કિલો સેમી લિક્વીડ મેફેડ્રોન એમડી તથા બેરલોમાં ભરેલ ૭૮૨.૨૬૩ કિલો લિક્વીડ મેફેડ્રોન મળી આવ્યું હતું. જેની બજાર બજાર કિમત ૮૦૦ કરોડ થાય છે.
એટીએસની ટીમે ગ્રાઇન્ડર, ગ્લાસ ફલાસ્ક, હીટર વગેરે મુદ્દામાલ કબજે કરી મોહમદ યુનુસ ઉર્ફ એઝાઝ મોહમદ તાહીર શેખ (ઉ.વ.૪૧) તથા તેના ભાઇ મોહમદ આદીલ (ઉ.વ.૩૪)ની ધરપડ કરી છે. આ બંનેએ આઠેક મહિનાની ભીવંડીમાં ફલેટ ભાડે રાખી રો મટીરીયલ્સ, સાધાન સામગ્રી એકત્રીત કરી ડ્રગ બનાવવાનું ચાલુ કર્યુ હતું. આ બંને કોને કઇ કઇ જગ્યાએ આ માદક પદાર્થ મોકલે છે? મોકલ્યો છે? તેના નાણા કઇ રીતે મળતા હતાં? અન્ય કોણ કોણ સામેલ છે? તેની તપાસ ચાલુ છે. ...
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
