તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Wednesday, 7th August 2024
ગુજરાતના બનાસકાંઠા અને વલસાડ સહિતના જિલ્લાઓમાં મેઘો ધોધમાર વરસે તેવી શક્યતા : ૧૩ ઓગસ્ટ સુધીની વરસાદની હવામાન વિભાગની આગાહી : કાલે નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડશે
કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, વડોદરા, સુરત, તાપી અને ડાંગમાં હળવોથી મધ્યમ વરસાદ વરસશે

અમદાવાદ તા.૬ : બે દિવસથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે. આજે પણ જ્યના કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. ત્યારે આવતીકાલથી રાજ્યમાં ફરી ધોધમાર મેઘાવી માહોલ જામી શકે છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર 8થી 10 ઓગસ્ટ દરમિયાન બનાસકાંઠા, વલસાડ, નવસારી અને સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. તેમજ અમદાવાદ સહિતના જિલ્લાઓમાં 13 ઓગસ્ટ સુધી હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
8 ઓગસ્ટના રોજ નવસારી અને વલસાડમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, વડોદરા, સુરત, તાપી અને ડાંગમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
9 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છ, પાટણ, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જામનગર, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
10 ઓગસ્ટના રોજ, બનાસકાંઠા, સાબરકાંઠા, ભાવનગર, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નર્મદા, વડોદરા, ખેડા, આણંદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
11 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરલી, ભાવનગર અને બોટાદમાં અમુક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
12 અને 13 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરલી, ભાવનગર અને બોટાદમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
(4:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
