News of Wednesday, 7th August 2024
ટ્રાફિક જામ થયે, પબ્લિક એડ્રેસ સિસ્ટમ્સ તાકીદે ૧૦૫ સ્થળે ફટાફટ પોલીસ કંટ્રોલ દ્વારા લોકોને સુચના
ગુજરાતમાં શિરદર્દ બનેલ ટ્રાફીક સમસ્યા અંતર્ગત અમદાવાદથી અદભુત પ્રયોગનો પ્રારંભ : સીપી જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિકના માર્ગદર્શન હેઠળ રાજ્યના પ્રથમ પ્રયોગના શિલ્પી સ્પેશ્યલ સીપી અજય ચૌધરીની અકિલા સમક્ષ રસપ્રદ વિગતો વર્ણવે છે

રાજકોટ તા.૭: અમદાવાદના સ્પેશ્યલ પોલીસ કમિશનર અજય ચૌધરીએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે રાજ્યના મહાનગરોની ટ્રાફિક સમસ્યા હલ કરવાના ભાગરૂપે રાજ્ય અને કેન્દ્ર સરકારના સકારાત્મક વલણથી પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિકના માર્ગદર્શન હેઠળ અમદાવાદ શહેરમાં ૧૦૫ સ્થળો કે જયા સહુથી વધુ ભીડ થાય છે તેવા સ્થળે પબ્લિક એડ્રેસ સિસ્ટમ્સથી લોકો સાથે વાત કરી કન્ટ્રોલરૂમમાં બેઠા બેઠા માર્ગદર્શન આપી ટ્રાફિક સમસ્યા હલ કરવામાં આવશે.
અજય ચોધરીએ જણાવેલ કે નિર્ભયા પ્રોજેકટ કે જેના તેવો નોડલ ઓફિસર છે તેવા આ પ્રોજેકટ અંતર્ગત રાજ્ય અને કેન્દ્ર નાં સહયોગ અને પોલિસ કમિશ્નર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક દ્વારા ખૂબ રસ દાખવી ૧૦૫ સ્થળે આ પબ્લિક એડ્રેસ સિસ્ટમ્સ કંટ્રોલ રૂમ દ્વારા કાર્યરત થાય તે માટે ખૂબ સહયોગ આપ્યો છે.
અત્રે એ યાદ રહે કે અજય ચોધરીનાં નેતળત્વ હેઠળ મહિલા સલામતી માટે શહેરના વિવિધ વિસ્તારના પોલ પર ઇમરજન્સી બટન રાખ્યા છે,કોઈ મુશિબત વખતે આ બટન દબાવવાથી પીસીઆર વાન તાકીદે સ્થળ પર પહોંચી જશે
(4:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
