<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

સુરત અને ઉધના રેલવે ટ્રેક વચ્ચે મોબાઈલ સ્નેચર્સનો આતંક : મુંબઈથી દિલ્હી જતા એક યુવકે સ્નેચરોને કારણે ગુમાવ્યો જીવ

ચાલુ ટ્રેનમાંથી કોયલી ખાડીમાં પટકાતાં યુવકનું મોત થયું: મોબાઈલ સ્નેચીંગ કરાતા યુવક ટ્રેનમાંથી નીચે પટકાયો

સુરત રેલવે પોલીસ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. સુરત અને ઉધના રેલવે ટ્રેક વચ્ચે મોબાઈલ સ્નેચર્સનો આતંક છે. મુંબઈથી દિલ્હી જતા યુવકે સ્નેચરોને કારણે જીવ ગુમાવ્યો છે.ચાલુ ટ્રેનમાંથી કોયલી ખાડીમાં પટકાતાં યુવકનું મોત થયું છે. 

  મોબાઈલ સ્નેચીંગ કરાતા યુવક ટ્રેનમાંથી નીચે પટકાયો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. 24 વર્ષીય ઓમ રાજેન્દ્ર નીકમનું મોત થયું છે. ઓમની ઓળખ તેની પાસે રહેલા આઈકાર્ડ પરથી થઈ હતી. ઓમ નિકમ પોતાના મિત્ર સાથે ટ્રેનમાં હતો. ટ્રેનના જનરલ ડબ્બામાં દરવાજા પાસે ઊભા હતા તે દરમિયાન મોબાઈલ સ્નેચર્સ ફોન છિનવતા ઓમ પડી ગયો હતો.

(7:40 PM IST)