News of Wednesday, 7th August 2024
સુરતના ડભોલીમાંથી સુમુલના નામે ડુપ્લીકેટ ઘી બનાવવાનું કારખાનુ ઝડપાયુ: ચાર પકડાયા
ડભોલી સિંગનપોર પોલીસે 4 આરોપીઓને ઝડપી મુદામાલ કબજે કર્યો

સુરત : ડભોલી સિંગનપોર પોલીસે સુમુલના નામે ડુપ્લીકેટ ઘી બનાવવાનું કારખાનુ ઝડપી પાડયું છે. 4 આરોપીઓને ઝડપી મુદામાલ કબજે કર્યો છે. ડભોલી હરિ માર્ટ શોપમાંથી ડુપ્લીકેટ ઘી બનાવવામા આવતું હોવાની માહિતીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.
પોલીસે ડુપ્લીકેટ ઘી બનાવવામા વપરાતી સાધન સામગ્રી, પ્રિન્ટિંગ મશીન પાઉચ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રતિક ઠક્કર નામનો શખ્સ સમગ્ર ડુપ્લીકેટ ઘી બનવાનો માસ્ટર માઇન્ડ છે. તેની સામે અગાઉ કાપોદ્રા પોલીસ સ્ટેશનમા ડુપ્લીકેટ ઘી વેંચાણને લઈ ફરિયાદ નોંધાઇ ચૂકી છે. કાપોદ્રા પોલીસ દ્વારા વૉન્ટેડ જાહેર કર્યો હતો
(7:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
