<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

રાજકીય કટોકટી બાદ ગુજરાત-બાંગ્લાદેશ વચ્ચેનો વ્યાપાર હાલ પુરતો સ્થગિત થયો

ગુજરાતમાંથી કેમીકલ, ટેક્સટાઇલ્સ અને સીરામીકની બાંગ્લાદેશમાં મોટા પાયે નિકાસ: બાંગ્લાદેશ દુનિયાનુ લીંડીગ ગારમેન્ટ મેન્યુફેક્ચરિંગ હબ: ભારતથી કોટન યાર્ન, ડેનિમ અને રીએક્ટીવ ડાઇની નિકાસ થાય છે.

અમદાવાદ :બાંગ્લાદેશમાં સર્જાયેલી રાજકીય કટોકટી બાદ ગુજરાત-બાંગ્લાદેશ વચ્ચેનો વ્યાપાર હાલ પુરતો સ્થગિત થયો છે. ગુજરાતમાંથી કેમીકલ, ટેક્સટાઇલ્સ અને સીરામીકની બાંગ્લાદેશમાં મોટા પાયે નિકાસ થાય છે. બાંગ્લાદેશ દુનિયાનુ લીંડીગ ગારમેન્ટ મેન્યુફેક્ચરિંગ હબ છે. ભારતથી કોટન યાર્ન, ડેનિમ અને રીએક્ટીવ ડાઇની નિકાસ થાય છે.

  ગુજરાતમાં ઉત્પન્ન થતી 15 ટકા ડાઇઝ બાંગ્લાદેશમાં એક્સપોર્ટ થાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બાંગ્લાદેશ દ્વારા આયાત કરાતી મોરબીની સીરામીક ઇન્ડસ્ટ્રીઝમાં 25 ટકાનો વધારો થયો હતો. આ ત્રણ ઉદ્યોગો અને ટ્રેડ પાર્ટનર હાલ થોભો અને રાહ જુઓની નીતિ પર વર્ષે 1000 કરોડની ડાઇઝ, 4 થી 5 હજાર કરોડનો કોટર્ન યાર્નનો બાંગ્લાદેશ સાથે વ્યાપાર.થાય છે તેમાંથી અમદાવાદ જ 100 જેટલા વેપારીઓનો જ બાંગ્લાદેશ સાથે વ્યાપાર થાય છે .

ગુજરાતના વેપારીઓ વાયા બંગાળ બાંગ્લાદેશ સાથે વ્યાપરથી જોડાયેલા છે. બાંગ્લાદેશમાં ગુજરાતની મોટી કંપનીઓના મેન્યુફેક્ચરિંગ યુનિટ બંધ છે. વ્યાપારીક હિતો ભારત સરકાર થકી સચવાવાનો વેપારીઓને વિશ્વાસ. હાલ શિપિંગ અને હાઇવે થકી જતો તમામ માલ થંભી ગયો છે

(8:02 PM IST)