News of Wednesday, 7th August 2024
વડોદરાના ડભોઇના ચાંદોદ-નવા માંડવા વ્રજભૂમિ આશ્રમ પાસે ગયા વર્ષે બનાવેલ નાળુ ધરાશાયી
કોન્ટ્રાક્ટ દ્વારા કરાયેલી કામગીરી પર સવાલો ઊભા થયા: નાળુ ધરાશાયી થતા વાહનોની અવરજવર બંધ

વડોદરાના ડભોઇના ચાંદોદ-નવા માંડવા વ્રજભૂમિ આશ્રમ પાસે, ગયા વર્ષે બનાવેલ નાળુ ધરાશાયી થયું છે. સામાન્ય વરસાદમાં જ એક તરફનું નાળુ ધરાશાયી થઈ જતા અનેક ચર્ચાઓ કરાઈ રહી છે. ગત વર્ષે જ નાળુ નિર્માણ પામ્યું હતું. કોન્ટ્રાક્ટ દ્વારા કરાયેલી કામગીરી પર સવાલો ઊભા થયા છે.
નાળુ ધરાશાયી થતા વાહનોની અવરજવર બંધ થઈ જવા પામી છે. માત્ર પગદંડી રસ્તો જ ચાલુ છે. શ્રાવણ માસમાં સિદ્ધેશ્વર મહાદેવજીના દર્શન અર્થે આવતા શ્રદ્ધાળુઓને હાલાકી પડી રહી છે. તો આસપાસમાં આવેલા ખેતરોમાં આવન જાવન માટે પણ ખેડૂતો આજ નાળાનો ઉપયોગ કરે છે.
(8:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
