<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

વૈશ્વિક સંકેત વચ્ચે ભારતીય બજારોમાં સોનામાં એકધારી મંદી તરફી ચાલ

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં કડાકો:ચાંદી ગગડીને 27 ડોલર તૂટીને 26.90 ડોલર રહી

અમદાવાદ :સોનાની કિંમતમાં બુધવારે નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડો થયો છે. વિદેશમાંથી મળેતા મંદીના સંકેત વચ્ચે ભારતીય બજારોમાં સતત સોનામાં એકંદરે મંદીની આગેકૂચ જોવા મળી રહી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોનાના 10 ગ્રામ દીઠ ભાવ રૂપિયા 350 તૂટીને રૂપિયા 71,350 થયા છે. જોકે ચાંદીમાં કીલો દીઠ ભાવ રૂપિયા 200 વધીને રૂપિયા 82,000 રહી હતી.
જ્યારે અમદાવાદ ખાતે સોના અને ચાંદીના ભાવમાં એકંદરે સ્થિર વલણ જોવા મળ્યું હતું. અમદાવાદ ચાંદી કીલોનો ભાવ રૂપિયા 80,500 રહ્યા હતા. જ્યારે સોનુ (99.9) 10 ગ્રામનો ભાવ રૂપિયા 72,000 અને અમદાવાદ સોનુ (99.5) રૂપિયા 71,800 રહ્યા હતા.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં કડાકો બોલાયો છે. ચાંદી નજીવા પ્રમાણમાં ગગડીને 27 ડોલર તૂટીને 26.90 ડોલર રહી હતી. બીજીબાજુ સોનું પણ 2380 અને 2396 ડોલર વચ્ચે કામકાજ ધરાવતુ હતું.

(9:54 PM IST)