<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

ફોરેસ્ટ ગાર્ડ ભરતી માટે 25 ગણા ઉમેદવારોનું લિસ્ટ જાહેર:અંતે વિદ્યાર્થીની માંગ સરકારે માની

ફોરેસ્ટ ગાર્ડના આંદોલન કરી રહેલા ઉમેદવારોની માંગણી ધ્યાને લઈ રાજ્ય સરકારે લિસ્ટ જાહેર કર્યું

અમદાવાદ : ફોરેસ્ટ ગાર્ડની 823 જગ્યાઓ માટે 25 ગણા ઉમેદવારોનું લિસ્ટ આખરે ગુજરાત ગૌણ સેવા પરીક્ષા બોર્ડની વેબસાઈટ પર જાહેર કરાયું છે. ફોરેસ્ટ ગાર્ડના આંદોલન કરી રહેલા ઉમેદવારોની માંગણી ધ્યાને લઈ ગઈકાલે જ રાજ્ય સરકારે લિસ્ટ જાહેર કરવાની જાહેરાત કરી હતી, જ્યારે આજે આ લિસ્ટ બોર્ડની વેબસાઈટ પર મુકવામાં આવ્યું છે

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, હસ્તકની જાહેરાત ક્રમાંક:FOREST/202223/1 "વન રક્ષક (Forest Guard)” વર્ગ-3 સંવર્ગની સીધી ભરતીની કુલ-823 જગ્યાઓ ભરવા માટે શારીરિક ક્ષમતા કસોટી માટે કુલ જગ્યાના 8 (આઠ) ગણા ઉમેદવારોની યાદી મંડળની વેબસાઇટ પર તા.31/07/2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી

  'વન રક્ષક (Forest Guard) વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીની કુલ-823 જગ્યાઓ ભરવા માટે શારીરિક ક્ષમતા કસોટી માટે કુલ જગ્યાના 25 (પરચીસ) ગણા ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરાઈ છે. જેમાં જિલ્લાવાઇઝ/કેટેગરીવાઇઝ મેરીટના ધોરણે લાયક ઠરેલા ઉમેદવારોની એપ્લાઇડ કેટેગરી તથા ટ્રીટેડ કેટેગરી સાથેના રોલનંબર પ્રમાણેની યાદી તથા જિલ્લાવાઇઝ કટઓફ માર્કસની શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક ઠરેલા 25 ગણા ઉમેદવારોની યાદી આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ યાદીમાં અગાઉની આઠગણા યાદીમાંના ઉમેદવારોનો સમાવેશ થયેલો છે. જેની સંબંધિતોએ નોંધ લેવી તેવું ગૌણ સેવા પસંદગી મંડળના પરિપત્રમાં જણાવ્યું છે.

(11:20 PM IST)